શહેરા માં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ

શહેરા માં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવે છે.

કોરોના સામેની લડાઈમાં શિસ્ત અને આયોજન અંગે અનુકરણીય ઉદારણ પુરૂ પાડતા પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો કોરોના સંકમણને છેટે રાખી રહ્યા છે.પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકા માં આજ સુધી એક પણ કોરોના કેસ નોંધાયા નથી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી મોટાભાગના 63 કેસ નોંધાયા. તે ધ્યાનમાં લઈને આપણા શહેરા તાલુકામાં પણ લૉકડાઉન નો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમણની શરૂઆત થતાં જ શહેરા નગરપાલિકા ટીમ અને મામલતદાર, પ્રાંત તેમજ શહેરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.પ્રજાપતિ સૌ સાથે મળીને લોકડાઉનો ચુસ્ત અમલ કરાવી રહ્યા છે.

રિપોર્ટર : તોફીક અન્સારી, શહેરા

Related posts

Leave a Comment