સંત નિરંકારી મિશન દ્વારા બાબા હરદેવસિંહ મહારાજને અર્પિત કરી શ્રદ્ધાંજલિ

દાહોદ,

નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવ સિંહ જી મહારાજની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ૧૩ મે ના રોજ “સમર્પણ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના વૈશ્વિક સંકટને જોતા સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી કોઈ પણ વિશેષ સત્સંગ સમારંભનું આયોજન ન કરતા ઘરે થી જ ઓનલાઈન ગુરુચર્ચાના માધ્યમથી નિરંકારી ભક્ત બાબા હરદેવ સિંહ જી પ્રત્યે પોતાના શ્રદ્ધા ભાવ અર્પિત કર્યો.
દાહોદ ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જ એ જણાવ્યું કે બાબા હરદેવસિંહજી નિરંકારી મિશનના આધ્યાત્મિક પ્રમુખ તરીકે ૩૬ વર્ષ પોતાનું પ્રેરક માર્ગદર્શન પ્રદાન કર્યું અને ચાર વર્ષ પહેલાં આજ ના દિવસે (૧૩ મે) પોતાના નશ્વર શરીરનો ત્યાગ કરી પોતાના નિરાકાર રૂપમાં વિલીન થઇ ગયા. પોતાના કાર્યકાળમાં નિરંકારી બાબાજી એ અણથક પરિશ્રમ કરતા આધ્યાત્મિક જાગૃતિના માધ્યમથી મિશનના સત્ય, પ્રેમ, માનવતા તથા વિશ્વબંધુત્વનો સંદેશ સંસારના ખૂણે ખૂણે પહોંચાડ્યો જેનાથી વૈર, દ્વેષ, ઈર્ષ્યા, સંકીર્ણતા, ભેદભાવ જેવી દુર્ભાવનાઓ દૂર થઇ માનવીય મુલ્યોને આગેવાની મળે અને સંસાર માં પ્રેમ, અમન, દયા, કરુણા જેવા સદગુણોનો વિકાસ થાય. બાબા હરદેવસિંહજી એ વિશ્વના દરેક મહાદ્વીપના ૬૦ રાષ્ટ્રો સુધી સત્યનો સંદેશ પહોંચાડ્યો જ્યાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર સમાગમ, યુવા સંમેલન, સત્સંગ કાર્યક્રમ, સમાજ સેવા, વિભિન્ન ધાર્મિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે તાલ-મેલ વગેરેનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંત નિરંકારી મિશનને તેના સામાજિક તથા આર્થિક પરિષદમાં સલાહકાર રૂપે માન્યતા પણ બાબાજી ના સમય માં જ પ્રદાન કરવામાં આવી છે. બાબાજી એ વિશ્વ સામે એક નવો દૃષ્ટિકોણ રાખ્યો કે દરેક રેખા જે બે રાજ્યો કે દેશ ને વિભાજીત કરે છે તે ખરેખર તો એ બે દેશોને જોડનારી રેખા હોય છે. આવી વિચારધારા અપનાવી નફરતની દીવાલ પાડીને પ્રેમના પુલોનું નિર્માણ કરી શકાય છે.
મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક જાગરૂકતા સિવાય સમાજ પ્રત્યે પોતાના દાયિત્વને નિભાવવા તરફ પણ બાબાજી એ સાર્થક પગલા લીધા છે. સમાજ કલ્યાણની ગતિવિધિઓમાં બાબાજી મિશનને આગળ લાવ્યા. રક્તદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, સ્વાસ્થ્ય, મહિલા સમીક્શાકરણ, શિક્ષા, વ્યવસાય માર્ગદર્શન કેન્દ્ર વગેરે ક્ષેત્રોમાં મિશનના પ્રશંશનીય યોગદાનની પાછળ બાબા હરદેવસિંહજી મહારાજ ના દિવ્ય માર્ગદર્શનનો ઘણો મોટો હાથ છે.
બાબાજી ના માર્ગદર્શનમાં જ તેમના જન્મદિવસના અવસર પર ૨૩ ફેબ્રુઆરી વર્ષ ૨૦૦૩ થી મિશન દ્વારા દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સ્વચ્છતા અભિયાનના અંતર્ગત પૌરાણિક સ્મારક, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, સમુદ્ર તેમજ નદીના કિનારે, ઉદ્યાન તેમજ પર્યટન સ્થળ વગેરે સાર્વજનિક સ્થળોનો સમાવેશ છે. કોઈ અન્ય સંસ્થા દ્વારા પણ જ્યારે આ પ્રકારનું આયોજન કરવામાં આવે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે તેમાં મિશન દ્વારા પણ હિસ્સો લેવામાં આવી રહ્યો.
બાબા હરદેવસિંહજી એ મિશનના ભારત તેમજ દૂર-દેશના યુવાઓને સદભાવપૂર્ણ એક્ત્વના ભાવને ધારણ કરીને મિશનની વિભિન્ન ગતિવિધિઓમાં જોડવા માટે પ્રોત્સાહિત કર્યા. આધ્યાત્મિક શિખામણ દ્વારા બાબાજી એ યુવાશકિતને સમાજના સકારાત્મક ઉન્નતિની તરફ વાળી લીધા.
વધુમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત સહીત આખા વિશ્વમાં ફેલાયેલા નિરંકારી પરિવારોએ જ્યાં પોત-પોતાના ઘરે જ રહીને બાબા હરદેવ સિંહ જી મહારાજ ના પ્રેરક જીવન ને યાદ કર્યું, ત્યાં જ સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ નો ઓનલાઈન સંદેશ સાંભળી બાબા હરદેવજી ની શિક્ષાઓને આત્મસાદ કરવાનો સંકલ્પ કર્યો.
આ અવસર પર નિરંકારી બાબાજીની શિખામણ ને ક્રિયાત્મક રૂપ આપવાનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું. નિરંકારી ભક્ત આખા દેશભર ની સાથે જ દૂર દેશોમાં પણ કોવીડ – ૧૯ ની ગંભીર પરિસ્થિતિમાં પણ માનવતાની સેવા માટે તત્પર રહે છે. કોવીડ-૧૯ નો મુકાબલો કરવા માટે સરકારના માર્ગદર્શન અનુસાર દરેક પ્રકાર ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી માનવતાની સેવા કરવાની પ્રેરણા સદ્ગુરુ માતાજી નિરંકારી ભક્તોને આપી રહ્યા છે. લોકડાઉનના કારણે મિશન દ્વારા હજારો જરૂરિયાતમંદ પરિવારોને રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે, લાખો વિસ્થાપિત મજુરોને લંગર વિતરણ કરવમાં આવી રહ્યું છે જેઓની આજીવિકા તેમની દૈનિક આવક પર નિર્ભર છે. મિશન દ્વારા ઘણા હોસ્પિટલોમાં પીપીઈ કીટ આપવામાં આવી રહ્યા છે અને સમાજના ઘણા વર્ગોમાં માસ્ક વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મિશને પોતાના સત્સંગ સેન્ટર બનાવવા માટે પણ પ્રસ્તુત કર્યા છે. પ્રશાસનની માંગ પર સ્વેચ્છાએ રક્તદાન પણ કરવામાં આવી રહ્યું છે. નિરંકારી ભક્તો દ્વારા કરવામાં આવી રહી આ સેવાઓથી બાબા હરદેવસિંહજી ની શિખામણને ક્રિયાત્મક રૂપ આપવાનું અનોખું ઉદાહરણ સમાજની સામે પ્રસ્તુત થઇ રહ્યું છે.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment