રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના ટેકનોસેવી એવા નિધિબેન ચોટલીયા પણ સહયોગી બન્યા છે. મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરી વોલ ૩-ડી નામે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિધિબેન ૩-ડી પ્રિન્ટરના વિવિધ મોડેલોના વેંચાણ અને પ્રોટોટાઇપ જોબવર્ક તૈયાર કરી આપવાનો વ્યવસાય કરે છે. કોરોના માહામારીના આ સંકટ સમયે તેમણે પોતાના આ આગવા કૌશલ્યનો વિનિયોગ સમાજ ઉપયોગી કાર્યમાં કરવા નિશ્ચય કર્યો.
નિધિબેન જણાવે છે કે તેઓ અત્યાધુનિક ૩-ડી પ્રિન્ટરોના વેંચાણનો વ્યવસાય મેડીકલ ઇકવિપમેન્ટ. ઔધોગિક મશીનરી અને પ્રોટોટાઇપ ડાઇમેકીંગના ઉદ્યોગો સાથે સંકળાયેલો છે. નિધિબેન ચોટલીયાએ તેમના આગવા કૌશલ્ય થકી ઉચ્ચકક્ષાના પ્લાસ્ટીક રો-મટીરીયલ્સમાંથી માત્ર રૂા.૪૦ની નજીવી કિંમતે સમગ્ર ચહેરાને આવા ઘાતક વાયરસથી સુરક્ષા પુરી પાડી શકે તેવા ફેશશિલ્ડ બનાવવામાં સફળતા મેળવી છે. હાલ તેઓ રોજના ૫૦ જેટલા ફેશશિલ્ડ બનાવી રહયા છે. ટુંક સમયમાં તેઓ રોજના પાંચસો થી હજાર ફેશશિલ્ડ તૈયાર કરવાની નેમ રાખી રહ્યા છે. જે સીવીલ હોસ્પિટલની મેડીકલ ટીમો, પોલીસ જવાનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ આ મહામારીમાં નાગરિકોને સૈનિકો જેવી સેવા આપે છે તેમને પુરા પડાશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ