રાધનપુર નવ નિર્માણ વિદ્યા મંદિર નું ધોરણ ૧૨ નુ પરીણામ ૧૦૦% તો ધોરણ ૧૦ રાધનપુર કેન્દ્ર માં પ્રથમ નંબરે

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર માં મસાલી રોડ પર આવેલ નવ નિર્માણ સ્કૂલ નુ પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો, ધોરણ ૧૨ એચ.એસ.સી નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે, ત્યારે ધોરણ ૧૦ એસ.એસ.સી નું પરિણામ રાધનપુર શહેર નું કેન્દ્ર માં પ્રથમ ક્રમે આવ્યું છે. નવ નિર્માણ હાઇસ્કુલ માં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ની સારી એવી મહેનત રંગ લાવી છે,નવ નિર્માણ સ્કૂલ મા અભ્યાસ કરતી

૧) પટેલ ક્રિષ્ના બેન પ્રથમ નંબરે – ૯૯.૯૦
૨) ડોડીયા બીજા ક્રમે – ૯૮.૯૦
૩) પ્રજાપતિ રિચા ૯૭.૨૫

આ સિવાય શાળા પરિવાર અંદર ૧૨ તેજસ્વી તારલાઓ ૯૦ પ્લસ પર્સન્ટાઇલ રેન્ક થી પાસ થતાં શાળા મા તેમજ પરિવાર અંદર ખુશી નો માહોલ સર્જાયો હતો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment