રાજકોટ શહેરમાં વધુ એક નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિંધી કોલોનીમાં આવેલા સ્ટુડિયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડિયો સંચાલક સહિત ૧૧ શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૧૩ થી વધુ પાસ પણ જપ્ત કર્યા હતા. જંક્શન પ્લોટ વિસ્તારની સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં કલેક્ટર તંત્રના નકલી પાસ બનતા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના P.I. એચ.એમ.ગઢવી અને P.S.I. ધાંધલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીને ઝડપી લઇ સ્ટુડિયોમાં તપાસ કરતાં ત્યાંથી સંક્રમણ નિયંત્રણ ફરજ લખેલા પાસ મળી આવ્યા હતા. પોલીસે અમિતને ઝડપી લઇ આગવી ઢબે…

Read More

રાજકોટ શહેર સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ કે હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ સોમના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોનાના મહામારીનો પ્રસાર રોકવા માટે ભારત સરકારે રર માર્ચ, ૨૦૨૦ ના રોજ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કર્યુ. આ સમયે તમામ પ્રજાજનો સ્થિતિ ગંભીરતા સમજી શકયા હતા. અને આ નિર્ણય પ્રજાના આરોગ્યની સુખાકારી માટે હતો. તેમ માની શકયા હતા. પરંતુ આ લોકડાઉનની આડ અસર કેવડું મોટું આર્થિક સંકટ લાવશે તે કોઇએ વિચાર્યુ ન હતું. હવે આ લોકડાઉન જયારે બે વખત લંબાયું છે. ત્યારે આ આર્થિક સમસ્યા ખુબ વિકરાળ બની ગઇ છે. અને નાના મોટા…

Read More

લીમખેડા તાલુકામાં સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

લીમખેડા, કોરોનાવાયરસ ની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે લોકડાઉન દરમિયાન રોજેરોજનું રળી ને કમાતા તેમજ વિધવા, નિરાધાર, અનાથ, વૃદ્ધ, દિવ્યાંગ તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોજગારીમાં મુશ્કેલી પડતી હોય તેવા ગરીબ પરિવાર ના કુટુંબોને પોતે દિવ્યાંગ એવા સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાશન કિટમાં લોટ, ચોખા, દાળ, મરચું-મીઠું, તેલ, બટાકા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના લોકડાઉન દરમિયાન આ સેવાકીય પ્રવૃતિઓ સૌને પ્રેરણા આપે છે અને સૌ લોકો ઘરમાં જ રહે અને સરકાર તેમજ જિલ્લા તંત્રની સૂચનાનું પાલન કરે…

Read More

રાજકોટ શહેરમાં કોરોના બ્લાસ્ટ. એક સાથે ૧૧ કોરોના પોઝીટિવ કેસ નોંધાયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં શહેરમાં ૧૧ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નોંધાયેલ છે. મળતી માહિતી મુજબ આજરોજ સમરસ કવોરેન્ટાઇન ફેસેલિટી ખાતેથી પોઝીટીવ કેસના કોન્ટેક્ટ પર્સનના કુલ ૨૨ સેમ્પલ લેવામાં આવેલ જે પૈકી જંગલેશ્વરના મદીના પાર્કના ૧૧ વ્યક્તિઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ૧૧ વ્યક્તિઓને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. જેમાં ૮ પુરુષ અને ૩ મહિલાઓના રેપોર્ટ આવ્યા પોઝિટિવ આવ્યો છેે. એક સાથે ૧૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ કુલ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. રહીમભાઈ જુસાભાઈ વેદ. ખેરૂનબેન રહીમભાઈ વેદ. મોઈન રહીમભાઈ…

Read More

રાજકોટ શહેર પદ્મકુંવરબા હોસ્પિટલમાં મહિલા તબીબને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ચપ્પલ માર્યા

રાજકોટ,         રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ આરોપી અમરીબેન બે દિવસ પહેલા હોસ્પિટલમાં બ્લડપ્રેસર માપવા આવ્યા હતા. ત્યારે પણ તબીબ સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ ગઇકાલે ફરી ચકાસણી માટે આવ્યા ત્યારે લેબર રૂમમાં ફરજ પર રહેલા ડો.અરવાબેન સોનીએ અમિરાબેનને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ઉશ્કેરાયેલા અમિરાબેને ગાળા-ગાળી કરી ચપ્પલ વડે માર માર્યો હતો. ત્યારે ત્યાં હાજર તેમના પતિ જાહિદ અને રોશનબેને પણ તબીબ સાથે ઝપાઝપી કરતા હોસ્પિટલના સ્ટાફે તુરંત પોલીસમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. એ ડીવીઝન પોલીસે તબીબની ફરીયાદ પરથી બે…

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોકડાઉનમાં ફસાયેલાઓને બોગસ મૂક્તિ પાસ કૌભાંડ

  કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સંજય મકવાણા નામના શખ્સે દુધ સાગર રોડ પર સોલંકી હોલ પાસે લોકડાઉન મૂક્તિ પાસ મેળવવા ઓનલાઇન અરજી કરવાના બદલામાં રૂા.૧૦૦ થી ૨૦૦ ઉઘરાવતો હોવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. કલેકટર કચેરીના પાસના ફોટા સાથે ચોપાનીયા બનાવી વોટસએપમાં વાયરલ કરતા તંત્રના ધ્યાને આવતા ડમી ગ્રાહક મોકલી સંજય મકવાણા સામે ગુનો નોંધાયો છે. દિપેન કોટેચા અને ગૌરાંગ ભટ્ટે જુદી-જુદી ૨૦ જેટલી વ્યક્તિઓ પાસેથી રૂા.૪ હજારથી રૂા.૩,૫૦૦ સુધી એડવાન્સ મેળવી જીલ્લા બહાર જવા માટેના પાસ મેળવવા જરૂરી ડોકયુમેન્ટ મેળવ્યા હતા. પોલીસે તમામ…

Read More

રાજકોટ શહેર મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચના

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચનાના પગલે જેલમાં રહેલા કાચા અને સજા ભોગવતા તમામ કેદીઓને સંક્રમિત ન થાય તે અંગે જેલના દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર આર.આર.શર્મા, અશોક કાનાણી અને હેમા તલવેલકર અને પેરા મેડિકલ સ્ટાફ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ઇસીજી સ્ટાફ, ટેકનિશીયન સ્ટાફ, એકસ-રે ટેકનિશીયન સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને સમજ આપી હતી તમામ કેદીઓનું સ્ક્રીનીંગ કરવામાં…

Read More