લીમખેડા,
કોરોનાવાયરસ ની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે લોકડાઉન દરમિયાન રોજેરોજનું રળી ને કમાતા તેમજ વિધવા, નિરાધાર, અનાથ, વૃદ્ધ, દિવ્યાંગ તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોજગારીમાં મુશ્કેલી પડતી હોય તેવા ગરીબ પરિવાર ના કુટુંબોને પોતે દિવ્યાંગ એવા સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાશન કિટમાં લોટ, ચોખા, દાળ, મરચું-મીઠું, તેલ, બટાકા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના લોકડાઉન દરમિયાન આ સેવાકીય પ્રવૃતિઓ સૌને પ્રેરણા આપે છે અને સૌ લોકો ઘરમાં જ રહે અને સરકાર તેમજ જિલ્લા તંત્રની સૂચનાનું પાલન કરે તેવી પત્રકાર અભેસિંહ રાવલે અપીલ પણ કરી હતી.
રીપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ