રાજકોટ શહેરમાં કોરોના બ્લાસ્ટ. એક સાથે ૧૧ કોરોના પોઝીટિવ કેસ નોંધાયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં શહેરમાં ૧૧ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નોંધાયેલ છે. મળતી માહિતી મુજબ આજરોજ સમરસ કવોરેન્ટાઇન ફેસેલિટી ખાતેથી પોઝીટીવ કેસના કોન્ટેક્ટ પર્સનના કુલ ૨૨ સેમ્પલ લેવામાં આવેલ જે પૈકી જંગલેશ્વરના મદીના પાર્કના ૧૧ વ્યક્તિઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ૧૧ વ્યક્તિઓને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. જેમાં ૮ પુરુષ અને ૩ મહિલાઓના રેપોર્ટ આવ્યા પોઝિટિવ આવ્યો છેે. એક સાથે ૧૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ કુલ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. રહીમભાઈ જુસાભાઈ વેદ. ખેરૂનબેન રહીમભાઈ વેદ. મોઈન રહીમભાઈ વેદ. મેહફુઝા મોઈનભાઈ વેદ. સોહિલભાઈ રહીમભાઈ વેદ. ગુલામએ મુસ્તફા વેદ. તુફેલ એહમદ વેદ. અહેસાન એમ. બાબી. વકાર અહેમદ મોઈનભાઈ વેદ. કરીમભાઈ અનવરભાઈ ભટ્ટી. રીઝવાનાબેન અનવરભાઈ ભટ્ટી. ઉપરોક્ત તમામ વ્યક્તિઓ તા.૭-૫-૨૦૨૦ ના રોજના પોઝીટીવ કેસ મુસ્કાનબેન સોહેલભાઈ વૈદ. મદીના પાર્ક, જંગલેશ્વર, રાજકોટના નજીકના કોન્ટેક છે. રાજકોટ શહેરમાં કુલ ૧૪ કોરોના પોઝિટિવ દર્દીઓ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ.

Related posts

Leave a Comment