ધારી પાઈલોટ પાસે રોડ વચ્ચે પોલીસે રાખેલ ટીપણા થકી અકસ્માત

ધારી, ધારી અમરેલી રોડ પાઈલોટ પાસે કોરોના વાઇરસ મા પોલીસ દ્વારા રોડ વચ્ચે ટીપણા રાખેલ છે. તે રાત્રી ના દેખાય નહી જેથી વાહન ચાલકો અકસ્માત નો ભોગ બને છે. હિરાવા ગામ ના પતિ પત્ની અમરેલી થી ટુ વ્હીલર મા આવતા, તે સમયે રમેશભાઈ નાથુભાઈ વેશ્નવ, ઉર્મિલાબેન રમેશભાઈ વેશ્નવ ને રાત્રી દરમિયાન રોડ વચ્ચે ટીપણા સાથે અકસ્માત સર્જાયો હતો. ૧૦૮ મારફતે ધારી સરકારી હોસ્પિટલમાં આવેલ રમીલાબેન ને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં ખ઼સેડવામાં કરવામાં આવેલ છે. રિપોર્ટર : સંજય એન વાળા, ધારી

Read More

રાજકોટમાં ગરીબ પરિવારને ડુંગળીનું વિતરણ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરની કરવામાં આવી અટકાયત…..

રાજકોટ, જ્યારે રાજકોટમાં કોર્પોરેટર દ્વારા ગરીબ પરિવારને સાત-સાત કિલો ડુંગળી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમને ૧૨૦૦ કિલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ડુંગળીનું વિતરણ દરમિયાન લોકો એકઠા થતા ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિનો અભાવના કારણે વોર્ડ નં.૧૨ કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઈ વાંકની માલવયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈએ આરોપ કર્યો હતો કે, ભાજપ સરકારે પોલીસ પર દબાણને કારણે ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

દાહોદમાં એક સાથે પાંચના કોરોના રિપોર્ટ પોઝેટિવ આવતા આરોગ્ય અધિકારીના હાથમાં રહેલો કોળિયા મોંઢે ના ગયો !

દાહોદ, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર વહીવટી તંત્ર દિનરાત એક કરી રહ્યું છે. તેમાં આરોગ્ય વિભાગની વિશેષ ભૂમિકા રહી છે. દિનભર નાગરિકોના ઘરની મુલાકાત લઇ તેમના આરોગ્યની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓને ક્વોરોન્ટાઇન કરવા, શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવા, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર, રાત્રે આંતરરાજ્ય સરહદ ઉપર નાઇટ ડ્યુટી જેવી કામગીરી હાલે આરોગ્ય વિભાગ દ્વારા થઇ રહી છે. જિલ્લાના આરોગ્ય વિભાગની આગેવાની કરી રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી.પહાડિયા ૧૬-૧૬ કલાક કામ કરી રહ્યા છે. આમ તો કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરાઇ એ પૂર્વે જ દાહોદ જિલ્લામાં કલેક્ટર…

Read More

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જંગલેશ્વર નદીના વિસ્તારમાં ચુસ્તપણે નિરીક્ષણ

રાજકોટ , રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજ-રોજ જંગલેશ્વર નદી વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફરજ બજાવી રહેલ પોલીસ અધિકારી અને જવાનો ને લોકડાઉનનો સખત અમલ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. થોડા દિવસો પહેલા નદી વિસ્તારમાંથી શ્રમિકોએ ભાગવાની કોશિશ કરી હતી. પરપ્રાંતિય મજુરો તેમજ જંગલેશ્વર વિસ્તારના લોકો પણ નદીના કિનારે આવેલ શંકાસ્પદ રીતે કોઈ પણ સંજોગોમાં એકઠા ન થાય તે માટે પણ તમને જરૂરી સુચના આપી હતી. તેમજ પોલીસ કમિશનર દુરબીન દ્વારા પોતે જ ચકાસણી કરવામાં આવેલ હતી. તેમજ ચુસ્ત પોલીસ…

Read More

રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે : માધાતાસિંહજી જાડેજા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા આ નિમયોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું છે. જે શરમજનક બાબત છે તેમ માંધાતાસિંહજી એ જેતપુર દરબાર સાહેબ ઓફ મહિપાલસિંહ વાળાને પત્ર લખ્યો છે. ટ્રસ્ટે નિર્ણય કરી લેવો જોઇએ કે ૬ માસ સુધી વિદ્યાર્થી પાસે ફી વસુલવામાં નહીં આવે. માંધાતાસિંહજી એ ઉમેર્યું છે કે રાજકુમાર કોલેજનું વિઝન, ધ્યેય અને માનવીય કરુણા એ બન્ને ક્યારેય અલગ નથી રહ્યાં. આ શિક્ષણ સંસ્થાના પાયામાં આખરે તો પ્રજાભિમુખ. પ્રજાવત્સલ રાજવીઓના સંસ્કાર પડ્યા છે. ત્યારે જો આપણા જ વિદ્યાર્થી અને કર્મચારીનું હીત આપણે નહીં…

Read More

રાજકોટ શ્હેર માં કેસર કેરીની આવક શરૂ, લોકડાઉન ના પગલે જાણો કેસર કેરી નો ભાવ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કેસર કેરીના ૨૦ હજાર બોક્સની આવકો થઈ છે. આ વખતે લોકડાઉન છે. ત્યારે કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે. એકંદરે હાલમાં કેરીના સરેરાશ ભાવ બોક્સના ૪૦૦ રૂપિયા આસપાસ રહેવાની ધારણા છે. કેસર કરીને લઈને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે લોકોને સારી ક્વોલિટીની કેરી ખાવા મળશે. તેનું સૌથી મોટું કારણ છે. વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ. કારણ કે સમગ્ર વિશ્વમાં ઘણાં દેશોમાં લોકડાઉન છે. અને બીજી…

Read More

જામખંભાળિયાના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સ્વ : નાનભા જાલમસંગ જાડેજાની આજે પ્રથમ પુણ્યતિથિ …..

જામખંભાળિયા, પ્રથમ પુણ્યતિથિ હિન્દ ન્યુઝ ના દેવભૂમિ દ્વારકા બ્યૂરોચિફ નરેંદ્રસિંહ જાડેજાના મોટા બાપુ જેઓ જામખંભાળિયા ના રહેવાસી એવા સ્વ : નાનભા જાલમસંગ જાડેજા (પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, જામખંભાળિયા) જેમની આજે પ્રથમ પુણ્યતિથિ છે. લોકડાઉન ના કારણોસર ધાર્મિક વિધિ આજે મુલતવી રાખેલ છે. જેની નોંધ રાખી સમસ્ત જાડેજા પરિવાર તેમજ હિન્દ ન્યુઝ પરિવાર તરફ થી સ્વ : નાનભા જાલમસંગ જાડેજા ના પ્રથમ પુણ્યતિથિની શ્રધ્ધાંજલિ સહ પ્રભુ ચરણમાં પ્રાર્થના. મોટાભાઈ : ઘેલુભા જાલમસંગ જાડેજા મોટાભાઈ : પ્રભાતસિંહ જાલમસિંહ જાડેજા મોટાભાઈ : જશુભા જાલમસંગ જાડેજા નાનાભાઈ : બળુભા જાલમસંગ જાડેજા શ્રદ્ધાંજલિ કોઈ કહેશે…

Read More

રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય…..

રાજકોટ, જ્યારે ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા આંતરરરાજ્ય માંથી આવતા ટામેટા, વટાણા અને તરબૂચની આવતીકાલથી લઈને એક સપ્તાહ સુધી આવક બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા ટ્રક ડ્રાઇવરો અને મજૂરો કોરોના સંક્રમણ ન ફેલાવે તે માટે આવક બંધ કરી છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા જેવા કે, મહારાષ્ટ્ર અને નાસિકના ટમેટા, શિમલાના વટાણા તેમજ બેંગ્લોર થી તરબૂચ આવે છે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More