ધારી પાઈલોટ પાસે રોડ વચ્ચે પોલીસે રાખેલ ટીપણા થકી અકસ્માત

ધારી,

ધારી અમરેલી રોડ પાઈલોટ પાસે કોરોના વાઇરસ મા પોલીસ દ્વારા રોડ વચ્ચે ટીપણા રાખેલ છે. તે રાત્રી ના દેખાય નહી જેથી વાહન ચાલકો અકસ્માત નો ભોગ બને છે. હિરાવા ગામ ના પતિ પત્ની અમરેલી થી ટુ વ્હીલર મા આવતા, તે સમયે રમેશભાઈ નાથુભાઈ વેશ્નવ, ઉર્મિલાબેન રમેશભાઈ વેશ્નવ ને રાત્રી દરમિયાન રોડ વચ્ચે ટીપણા સાથે અકસ્માત સર્જાયો હતો. ૧૦૮ મારફતે ધારી સરકારી હોસ્પિટલમાં આવેલ રમીલાબેન ને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં ખ઼સેડવામાં કરવામાં આવેલ છે.

રિપોર્ટર : સંજય એન વાળા, ધારી

Related posts

Leave a Comment