જામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફર નો કૉરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા પત્રકાર આલમમાં ખળભળાટ

જામનગર,

જામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફર તેમજ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનો કોરોના નો પોઝિટિવ રીપોર્ટ આવતા પત્રકાર આલમ માં તેમજ રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જેઓને હાલ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલા કોર્પોરેટર ની સારવાર કરાવીને જામનગર પરત ફર્યા પછી હોમ ક્વૉરેન્ટાઈન કરાયા પછી તેઓનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફર જગતભાઈ રાવલ નો આજે કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતા પત્રકાર આલમમાં ભારે ચહલપહલ મચી ગઇ હતી. જેઓના પત્ની ડિમ્પલબેન રાવલ કે તેઓ જામનગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર છે. જેઓ નું મણકા નું ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ગયા હતા. અને ઓપરેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને ચાર દિવસ પહેલાં જામનગર આવ્યા હતા.
જેઓને હોમ ક્વૉરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તેઓનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સાથોસાથ મહિલા કોર્પોરેટર ને પણ ક્વૉરેન્ટાઈન કરાયા છે. અને તેમના નિવાસસ્થાન સ્વસ્તિક સોસાયટી ના આસપાસના વિસ્તારને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment