ગાંધીનગર ખાતે નિઃશુલ્ક દવા નું વિતરણ……

ગાંધીનગર, કોરોનની વૈશ્વિક મહામારી માં ગાંધીનગર ખાતે રોગનિરાકરણ દવા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ડી.ડી. પટેલ (માણસા) ચેરમેન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા કોરોના તથા તમામ પ્રકારની રોગોની સામે રક્ષણ મેળવવા માટે દવા નું વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના દરેક ગામડાઓ તેમજ શહેરોમાં ભારતીય જનતા પાર્ટી ના અલગ અલગ મંડળો દ્વારા કાર્યકરો તથા સંગઠનનાે દ્વારા કોરોના તથા તમામ પ્રકારના રોગો સામે રક્ષણ માટે દવા નું વિતરણ છેવાડાનાં રહેતા લોકો સુધી ઘરે -ઘરે જઈ ને પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર

Read More

જામનગર થી ઉઘમસિગનગર અને હરિદ્વાર (ઉ.ખ) ના પરપ્રાંતીય શ્રમિકો માટે સ્પેશિયલ એસ.ટી. બસ બપોરે ૧૨:૩૦ રવાના

જામનગર, જામનગર મા એસ.ટી. બસ સ્ટેશન પર થી ૬૦ પરપ્રાંતિય કાર્મિકો ને પોતાના મદરે વતન જવા બસ રવાના કરી હતી. જેઓ જામનગર શહેર ની અલગ અલગ હોટલો મા નોકરી કરતા હતા. કોરોના ની આ વૈશ્વિક મહામારી થી લગભગ બે મહિના થી શ્રમિકો ના ચહેરા પર આજે સ્મિત જોવા મળ્યું હતું. તેઓના મુખ પર વતન પરત ફરવાની ખૂશી દેખાય રહી હતી. એસટી બસ સ્ટેશન પર ઓટો રિક્ષા દ્વારા પહોંચ્યા બાદ સ્કેનીંગ કરી, કાગળોની તપાસ કરી, ફુડપેકેટ, પાણી ની બોટલ આપવામાં આવ્યું. ત્યાર બાદ ૬૦ શ્રમિકો ને એસટી બસ સ્ટેશન થી રવાના…

Read More

રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે : મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકડાઉન-૪.૦ અંગેની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. તેમજ દુકાનો ઓડ અને ઈવન નંબરને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. આ સિવાય અનેક છુટછાટો આપવામાં આવી છે. શહેરના કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા હેઠળ દુકાન ખોલવા અંગે આવતીકાલે નિર્ણય કરવામાં આવનાર હોવાનું મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લેખિત ગાઈડ લાઈન આવ્યા મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવશે.…

Read More

રાજકોટ શહેર પોલીસ કમિશન મનોજ અગ્રવાલ દ્વારા શહેરની જનતાને લોકડાઉન-૪ અંગે સંબોધન કર્યું 

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નિર્ણય. રાજકોટ શહેરમાં આવતીકાલ થી પાસનું ચેકીંગ નહિ કરવામાં આવે. ૪ વાગ્યા પછી ૨૪ કલાકના મંજૂરી ધરાવતા મેડિકલ સ્ટોર સિવાય એક પણ દુકાન ખુલી નહીં રાખી શકાય. સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફ્યુ જેમ કડક ચેકીંગ રહેશે. સાંજે ૭ પછી બહાર નિકળનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણે કન્‍ટાઇનમેન્‍ટ ઝોનની મુલાકાત લીધી

વલસાડ, વલસાડ જિલ્લાના વાપી વિસ્‍તારના ગોદાલનગર અને બલીઠા કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં રહેતા લોકોને આવશ્‍યક ચીજવસ્‍તુઓ ડોર-ટુ-ડોર મળી રહે તેની ખાતરી તેમજ સર્વેલન્‍સ કામગીરીની ચકાસણી કરવા જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલ પણ હાજર રહયા હતા. રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Read More