રાજકોટ શહેર અટીકા પાસે ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી એક લાખનું નુકશા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ અટીકા ફાટક પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં શોટ શર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂ.૧ લાખનું નુકશાન દુકાન માલિકને થવા પામ્યું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અટીકા ફાટક પાસે આવેલી મિહિર વુડ સેલની નામની દુકાનમાં રાત્રીના આગ ભંભૂકી ઉઠયાની જાણ થતાં કોઠારીયા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઇ લાકડાના જથ્થામાં પાણીનો મારો ચલાવી અડધી કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. લોકડાઉનમાં ફર્નીચરની બંધ દુકાનમાં મીટરમાં શોટ સર્કીટ થયા બાદ આગ ભભૂકી હોવાનું અને રૂા એક લાખનું નુકશાન થયાનું દુકાન…

Read More

કેશોદ તાલુકાના શેરગઢ ગામે દરબારો અને દલિતો વચ્ચે મારા મારીનો બન્યો બનાવ

કેશોદ, કેશોદ તાલુકાના શેરગઢ ગામે દરબારો અને દલિતો વચ્ચે મારા મારીનો બન્યો બનાવ શેરગઢ ગામના જ રહેતા દરબારો દ્વારા હુમલો કર્યો હોવાનો આક્ષેપ પંદર જેટલા લોકોએ લાકડી લઈને મારા માર્યો હોવાનો આક્ષેપ તળાવ ઉંડો કરવા બાબતે બન્યો મારા મારીનો બનાવ પાંચ વધુ લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડયા રીપોર્ટર  : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ શહેર ઓખા-બાંદ્રા, રાજકોટ-કોઈમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે કુલ ૫૫ ફેરા થશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી તા.૧૯, ૨૩, ૨૭ અને ૩૧ મેના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઉપડી કોઈમ્બતુર ત્રીજા દિવસે ૨:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત કોઈમ્બતુરથી ૨૨, ૨૬, ૩૦ મે અને ત્રણ જૂનના રોજ સવારે ૪ કલાકે ઉપડી ત્રીજા દિવસે રાત્રે ૧૨ કલાકે રાજકોટ પહોંચશે. ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ઓખાથી તા.૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭ અને ૩૧ મે ના રોજ સવારે ૭:૧૫ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૫ કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન પરત તા.૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ મે અને…

Read More

રાજકોટ શહેર કોંગ્રેસે લોન્ચ કરી વેબ એપ ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈન

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ-સહકાર આપી લોકોને સેવા, સમર્પણ, બલિદાનની ભાવનાથી રાહત કાર્યો કરી મદદ કરી પરંતુ સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે સરકારની ઈચ્છા શકિત અને વિભાગોની અસક્રિયતા જોવા મળી રહી છે. ત્યારે આવા કપરા સંજોગોમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ માધ્યમથી વેબ એપ્લિકેશન ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈનની શરૂઆત કરવામાં…

Read More

રાજકોટ શહેર કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળ માંથી રૂ.૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ હાલ કોરોનાનું સંકટ સમગ્ર જિલ્લા ઉપર ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ સંકટને અટકાવવા રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સુધી માસ્ક. સેનેટાઈઝર કિટ સહિતની ચીજવસ્તુઓ પહોચે તે માટે જિલ્લા પંચાયતનાં સભ્યોએ રૂ.૪૮.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટ ફાળવ્યાને એક મહિના જેટલો સમય વિત્યો છે. છતા આજ દિન સુધી કોઈ પણ વસ્તુની ખરીદી થઈ નથી. આરોગ્ય અધિકારીની આ ગંભીર બેદરકારી બદલ સભ્યો રોષે ભરાયા છે. સભ્યો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે વખતો-વખત આ ગ્રાન્ટનો ઝડપથી ઉપયોગ કરવામાં આવે. પરંતુ આરોગ્ય અધિકારીએ માત્ર બહાને બાજી…

Read More

રાજકોટ શહેર માં હાર્ડવેરનાં ધંધા ચાલુ કરવાની મંજુરી આપતા : રાજકોટ કલેકટર

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેશભાઈ ચાવડા, સેક્રેટરી જયંતિભાઈ સરધારા તથા કારોબારી સભ્ય મનોજભાઈ સાકરીયાએ કલેકટરને રૂબરૂ મળી હાર્ડવેરનાં ધંધા શરૂ કરવા જણાવેલ જે અંતર્ગત કલેકટરે બાંહેધરી પત્રક સ્વીકારીને આવવા-જવાના પાસની કામગીરી તેમજ ફેકટરી ચાલુ કરવાની પરમિશન એસોસીએશનને આપી છે. શહેરમાં હાર્ડવેર મેન્યુફેકચરના ૩૦૦૦થી વધારે કારખાનાઓ આવેલા છે. ત્યારે હાર્ડવેરના સૌ કારખાનેદારોને પાસ-પરમિશન મેળવવા માટે એસોસીએશનની ઓફિસે સવારે ૯ થી ૧ તેમજ બપોરે ૩ થી ૬ સંપર્ક સાધવો. ઓફિસ જયોતિ આર્કેટ, ફલોર નં.૩, સોરઠીયાવાડી ચોક, જીઈબી ઓફિસની સામે રાજકોટ (મો.નં.૯૮૨૫૧ ૭૦૯૮૯) ખાતે કાર્યરત છે.…

Read More

સમગ્ર દેશમાં H.I.V. ની જેમ ‘કોરોના’ સાથે જીવતાં શીખવું પડશે. W.H.O. ની સલાહ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ એઇડસ અને કોરોના આ બિમારીની તુલના કરીએ તો આપણને સમજાય જાય કે આપણે વ્યવહારૂ બનવું પડશે. ડો.રિયાને વધુમાં જણાવેલ કે મને નથી લાગતું કે કોઇ બતાવી શકે કે ‘કોરોના’ બિમારી કયારે ખત્મ થઈ જશે. વિશ્ર્વ આરોગ્ય સંગઠનો જણાવેલ કે અત્યારે પ્રતિબંધ હટાવવાની હમણાં જરૂર નથી. જો આપણે અત્યારે બધુ ખોલી નાખીશું તો કોરોના વાયરસ વધુ પ્રસરી શકે છે. ડો.રિયાને એક આપાતકાલિન કાર્યક્રમમાં વધુમાં જણાવેલ કે તમે રોજ તેના સંક્રમણ માંથી બહાર કરી શકશો. ત્યારે જ લોકડાઉન ખોલી શકશો. જેનાથી વાયરસ ફેલાવાનો ખતરો ઓછો થાય…

Read More

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

તારીખ 15.05.2020 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટિમ દ્વારા કચ્છ જિલ્લા ના કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં બે મુદાઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કે રાજ્ય માં 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવા માં આવે. આમા BHMS ડ્રોક્ટર અને નર્સિંગ સ્ટાફ નો સમાવેશ થાય છે. આ લોકો એ  2 વર્ષ જેટલું અનુભવ ધરાવે છે છતાં પણ ઘરે બેઠા છે. આવી મહામારી માં જ્યારે આરોગ્ય સ્ટાફ ની સખત જરૂર છે ત્યારે જો ખાલી જગ્યા માં આ લોકો ને લઇ લેવા માં…

Read More