રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

તારીખ 15.05.2020 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટિમ દ્વારા કચ્છ જિલ્લા ના કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં બે મુદાઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં પ્રથમ કે રાજ્ય માં 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવા માં આવે. આમા BHMS ડ્રોક્ટર અને નર્સિંગ સ્ટાફ નો સમાવેશ થાય છે. આ લોકો એ  2 વર્ષ જેટલું અનુભવ ધરાવે છે છતાં પણ ઘરે બેઠા છે. આવી મહામારી માં જ્યારે આરોગ્ય સ્ટાફ ની સખત જરૂર છે ત્યારે જો ખાલી જગ્યા માં આ લોકો ને લઇ લેવા માં આવે તો એ લોકો આ મહામારી માં કાર્ય કરી ને સહભાગી બની શકે.

બીજો મુદ્દો એ હતો કે રાજ્ય સરકાર જયારે પરિપત્ર બહાર પાડે છે કે કોઈ પણ કંપનીઓ એ કોઈ કર્મચારી નો પગાર કાપવો નહીં અને કામ પર થી કાઢવો નહી પણ એનો સદંતર ઉલઘન આ કંપનીઓ કરી રહી છે. મુન્દ્રા સ્થિત માસ્ક મરિન નામની કમ્પની એ 19 જેટલા કર્મચારીઓ ને અડધો પગાર આપ્યો છે અને એના વિરોધ માં ઉતર્યા તો કાઢી નાખવા માં આવ્યા છે અને એમની જગ્યા એ બીજા લાઇ લેવા માં આવ્યા છે. આવેદન પત્ર દ્વારા અમારી એ માંગ છે કે આ લોકો જે જલ્દી થી કામ પર લઈ લેવા માં આવે અને સાથોસાથ એમનો પૂરો વળતર પણ આપવામાં આવે. જો આ વલણ સુધારવા માં નહી આવે તો રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલન કરવા માં આવશે.

આ આવેદન પત્ર માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હિતેશ મહેશ્વરી, મહામંત્રી ઇકબાલ જત, જાકબ જત, નખત્રાણા પ્રમુખ દિનેશ મારવાડા અને મીડીયા ઇન્ચાર્જ વિશાલ પંડ્યા, કિશન મંગરિયા. અને સાથે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ના સેક્રેટરી રમેશ દાફડા, સુરેશ વાઘેલા, જીત પરમાર અને માસ્ક મરીન માં થી કાઢી નાખેલ કર્મચારીઓ જોડાયા હતા હતા.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ 

Related posts

Leave a Comment