સમગ્ર દેશમાં H.I.V. ની જેમ ‘કોરોના’ સાથે જીવતાં શીખવું પડશે. W.H.O. ની સલાહ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ એઇડસ અને કોરોના આ બિમારીની તુલના કરીએ તો આપણને સમજાય જાય કે આપણે વ્યવહારૂ બનવું પડશે. ડો.રિયાને વધુમાં જણાવેલ કે મને નથી લાગતું કે કોઇ બતાવી શકે કે ‘કોરોના’ બિમારી કયારે ખત્મ થઈ જશે. વિશ્ર્વ આરોગ્ય સંગઠનો જણાવેલ કે અત્યારે પ્રતિબંધ હટાવવાની હમણાં જરૂર નથી. જો આપણે અત્યારે બધુ ખોલી નાખીશું તો કોરોના વાયરસ વધુ પ્રસરી શકે છે. ડો.રિયાને એક આપાતકાલિન કાર્યક્રમમાં વધુમાં જણાવેલ કે તમે રોજ તેના સંક્રમણ માંથી બહાર કરી શકશો. ત્યારે જ લોકડાઉન ખોલી શકશો. જેનાથી વાયરસ ફેલાવાનો ખતરો ઓછો થાય જો ત્યારે લોકડાઉન ખોલશો તો કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ શકે છે. કોવિડ-૧૯ ની રસી વિશે વાત કરતા વિશ્ર્વ આરોગ્ય સંગઠનના કાર્યકારી નિર્દેશક ડો.રિયાને વધુમાં જણાવેલ છે, કે આપણું લક્ષ્ય એ વાયરસને ખત્મ કરવાનું છે. એના માટે આપણે વેકસીન બનાવવું પડશે. જે ખુબ જ અસરકારક હોય. આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. અને એનો ઉપયોગ પણ બધા માટે કરવાનો છે. આ વાયરસ આપણાં સમુદાયમાં સ્થિર વાઇરસ બની જાય અને એવું પણ બને કે એ કયારેય ખત્મ ન થાય જેમ કે એચ.આઇ.વી. વાયરસ જે આજે પણ ખત્મ નથી થયો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment