વેરાવળમાં કુટુંબ સલાહ કેન્દ્રમાં છ માસમાં ૪૫ કેસોનો કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર-સોમનાથ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાયથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે કાર્યરત છે. આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ (ઓક્ટોબર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩) છ માસ દરમ્યાન કુલ ૮૫ કેન્દ્રમાં નોંધાયેલા હતા. જેમાંથી ૪૫ કેસોનો નિકાલ કરવામા આવેલ છે.

      આ કુટુંબ સલાહ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ (ઓક્ટોબર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩) છ માસ દરમ્યાન કુલ ૮૫ કેસો કેન્દ્રમાં નોંધાયેલા હતા. જેમાંથી ૪૫ કેસોનો નિકાલ થયેલ જેમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવનાં ૨૬ કેસોમા સમાધાન થયેલ છે.તેમજ ૮ કેસોમાં પક્ષકારને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવેલ તેમજ ગંભીર પ્રકારના ૧ કેસમાં છૂટાછેડા તેમજ ૨ કેસોમાં વનસ્ટોપમાં તબદીલ કરવામાં આવેલ અને ૭ કેસોમાં પોલીસ મદદ માટે પોલીસ સ્ટેશનમાં મોકલેલ ૧ કેસમાં સામાવાળા તરફથી સહકાર ન મળતા બંધ કરવામાં આવેલ. હાલમાં ૪૦ કેસો પેન્ડીંગ છે.

     આ ૪૫ કેસોના નિકાલ માટે કુટુંબ સલાહ કેન્દ્ર વેરાવળના કાઉન્સેલર હરસુખભાઈ બગીયા,અને ભારતીબેન મારૂ, તેમજ સબ કમિટીનાં સભ્યઓ સુરેશભાઈ પી. માવાણી (એડવોકેટ), હમીરભાઈ વાળા (એડવોકેટ), મહમદભાઈ સોરઠીયા, રાજેશભાઈ ઠકરાર, સરોજબેન દવે, ચેતનાબેન સંઘવીનાં સહકારથી સમાધાન થતા દરેક પરિવારોનું જીવન સુખમય બનેલ છે. તેમ જુનાગઢ જીલ્લા મહિલા મંડળ ના પ્રમુખ ચંદનબેન રાવલ ની યાદીમાં જણાવવામાં આવેલ.

    ઉલ્લેખનીય છે કે કુટુંબ સલાહ સલાહ કેન્દ્રમાં સાસરીયા દ્વારા ત્રાસ, અન્યની દખલગીરી, શરાબનું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ, ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન જેવા પ્રશ્નોમાં સમાધાનકારી માર્ગદર્શન આપવામાં આવેલ છે.જે કોઈ પરિવારને આવા પ્રશ્નો હોય, તેઓએ “કુટુંબ સલાહ કેન્દ્ર” કસ્તુરબા મહિલા મંડળ બિલ્ડીંગ, કલેકટર કચેરી રોડ, કૃષ્ણનગર, વેરાવળ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જેના ફોન નંબર ૦૨૮૭૬-૨૪૨૫૭૯ છે.

Related posts

Leave a Comment