જામનગર ખાતે ‘જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ (JCRI) દ્વારા ચેક વિતરણ……. …

જામનગર, જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ ના ચેરપર્સન ડો. કલ્પનાબેન ખંઢેરીયા અને ગ્રુપ ની ટીમ દ્વારા સાથે મહા નગરપાલિકા મેયર ઓફિસ મા કમિશનર કૌશિવ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર નટુભાઈ રાઠોડ, પ્રવિણભાઇ માડમ દ્વારા બે હજાર ના ચેક કુલ ૨૦ ચેક કેન્સર ના દર્દી ઓ ને આપવા મા આવ્યા હતા. જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ ની ટીમના ચેરપર્સન ડો. કલ્પનાબેન ખંઢેરીયા, વિઠલભાઈ ઘોળકિયા કાઉન્સિલર અને જોઇન્ટ સેક્રેટરી, મનોજભાઈ મણીયાર, કેતનભાઈ શાહ, કેયુરભાઈ રાવલ, અગ્રાવત વિજયભાઈ (હિન્દ ન્યૂઝ -રિપોર્ટર), રોશનીબેન મોઢા, કલ્પનાબેન ચાવડા, હર્ષાબેન રાવલ હાજર રહ્યા હતા॰ ચેરપર્સન ડો. કલ્પનાબેન ખંઢેરીયા ના…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ત્રીજા વ્યકતીએ જીવ ગુમાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૯ ઉપર પહોંચ્યો છે. જેમાં શહેરમાં ૮૩ અને ગ્રામ્યના ૨૬ પોઝીટિવ કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ એક દર્દી કોરોનાનો ભોગ બન્યો છે. આજે શહેરમાં કોરોનાથી જીલ્લામાં ત્રીજું મોત થયું છે. ૫૪ વર્ષીય મુસ્તાક કાદરીનું મૃત્યુ થયું છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે કોરોનાથી મૃત્યુ થયું. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોત નીપજ્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં ઓડ ઈવન નંબરમાં વારંવાર નિયમો બદલાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યાં છે, ૨ નંબર વાળાઓની દુકાનો રહેશે બંધ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ઓડ ઈવન નંબરમાં વારંવાર નિયમો બદલાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યાં છે. આવતીકાલે ૩૧મે અને પરમ દિવસે ૧ જૂને એકી તારીખ હોવાથી બેકી તા્રીખવાળા દુકાનદારોને બે દિવસ સુધી પોતાની દુકાનો બંધ રાખવી પડશે. જોકે આ પહેલા કોર્પોરેશને એકી-બેકી મુજબ જેનો વારો હોય તે દુકાનો ખુલ્લી રાખશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ફરીવાર એ નિયમ બદલીને કોર્પોરેશને એકી તારીખવાળા દુકાનદારોને ૩૧મે અને ૧ જુને દુકાન ખોલવાની જાહેરાત કરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર કિસાન સંઘે ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કર્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ચણાની ટેકાના ભાવે ખરીદીને લઇને કિસાન સંઘે વિરોધ કર્યો છે. સરકાર પહેલા ખેડૂતો પાસેથી ચણાની ટેકાની ૧૨૫ મણ ખરીદી કરતી હતી. પરંતુ હવે ૧.૫ એક્ટર નીચેના ખેડૂતો માટે માત્ર ૧૮ મણ અને ૧.૫ હેક્ટરથી ઉપરના ખેડૂતો માટે માત્ર ૨૭ મણની જ ખરીદી કરીને સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે. જેથી કિસાન સંઘે વિરોધ નોંધાવીને પુરી ખરીદી કરવા માંગ કરી છે. ૧૮ મણ ચણાને લઈને ખરીદી કેન્દ્ર પર વાહન લઈને જવું કે, બજારમાં વેચાણ માટે લઈ જવુ. બંનેની સરખામણી કરતા ભાડાનો ખર્ચ…

Read More

રાજકોટ શહેરના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું…..

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું છે. દુકાનદારે ૧ હજારથી વધુ કાર્ડધારકોના માલને બારોબાર વેંચ્યો. રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી-૨ માં આવેલી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરતા છેલ્લા બે મહિનામાં ૧૦૦૨ કાર્ડધારકોને રેશનિંગનો જથ્થો આપ્યો ન હોવા છતાં બિલ બનાવી નાખી ચોપડે ચડાવ્યાની હકીકત બહાર આવતા અને ઓનલાઇન સ્ટોકપત્રક તથા હાજર જથ્થામાં તફાવત મળી આવતા રૂ.૬૮ હજારનો માલ સીઝ કર્યો હતો. D.S.O. એ તાત્કાલિક અસરથી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનનું લાઈસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે.…

Read More

દાહોદ માં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં નગરાળાના તળાવની ક્ષમતા એકથી વધી ત્રણ એમસીએફટી થતાં ઉનાળામાં પણ પાણી ખૂટ્યું નહીં

દાહોદ, દાહોદથી જેસાવાડા જતાં લોકોને માટે કદાચ એ વાતનું આશ્ચર્ય હશે કે માર્ગમાં આવતું નગરાળા ગામનું તળાવ દાયકાઓ બાદ આ વર્ષે ઉનાળામાં પણ ભરાયેલું છે. સામાન્ય રીતે હોળી આસપાસ સૂકાઇ જતાં નગરાળા ગામનું તળાવ ભરઉનાળામાં પણ ભરાયેલા હોવાના બે કારણો છે, એક ગત્ત વર્ષે પડેલો સારો વરસાદ અને બીજું સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ! આ યોજના અંતર્ગત ગત્ત વર્ષે ૬૧ હજાર ક્યુબિક મિટર ખોદવામાં આવેલા આ તળાવની સંગ્રહ શક્તિ વધતા ભરપૂર પાણી સચવાયું છે. તેના કારણે આસપાસ જમીન ધરાવતા કૃષકોને લીલાલહેર થઇ ગયા છે. પંચાયત સિંચાઇ વિભાગના અધિક મદદનીશ ઇજનેર…

Read More

મોરબી જિલ્લા ના નવલખી પોર્ટ માં 1 નંબરનું સિગ્નલ

મોરબી, હવામાન ખાતા તરફથી આગામી સમયમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને જૂન માસમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો ઉપર ત્રાટકવાની શકયતા દર્શવવામાં આવી છે. તેથી, સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે મોરબી જિલ્લાનું એકમાત્ર નવલખી બંદર એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં અને દરિયો ન ખેડવાની માછીમાર ભાઈઓને સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર : વિનોદ બાંભવા, મોરબી

Read More