જામનગર,
જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ ના ચેરપર્સન ડો. કલ્પનાબેન ખંઢેરીયા અને ગ્રુપ ની ટીમ દ્વારા સાથે મહા નગરપાલિકા મેયર ઓફિસ મા કમિશનર કૌશિવ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર નટુભાઈ રાઠોડ,
પ્રવિણભાઇ માડમ દ્વારા બે હજાર ના ચેક કુલ ૨૦ ચેક કેન્સર ના દર્દી ઓ ને આપવા મા આવ્યા હતા. જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ ની ટીમના ચેરપર્સન ડો. કલ્પનાબેન ખંઢેરીયા, વિઠલભાઈ ઘોળકિયા કાઉન્સિલર અને જોઇન્ટ સેક્રેટરી, મનોજભાઈ મણીયાર, કેતનભાઈ શાહ, કેયુરભાઈ રાવલ, અગ્રાવત વિજયભાઈ (હિન્દ ન્યૂઝ -રિપોર્ટર), રોશનીબેન મોઢા, કલ્પનાબેન ચાવડા, હર્ષાબેન રાવલ હાજર રહ્યા હતા॰
ચેરપર્સન ડો. કલ્પનાબેન ખંઢેરીયા ના જણાવ્યા અનુસાર કોવીડ-૧૯ ની મહામારી મા કેન્સર ના દર્દી ઓએ દવા અને સારવાર માટે અમદાવાદ જવુ પડે છૅ , દર્દીઓને આવવા અને જવા માટઘણી મુશ્કેલીઓ પડતી હોય છે.
અમે દર મહિને ૨૦ દર્દીઓને ચેક અર્પણ કરતાં હતા પરંતુ કોરોનાની આ મહામારીમાં દર મહિને ૫૦ જેટલા દર્દીઓ ને ચેક અર્પણ કરીએ છીએ.આજે દર્દીઓના ૧૦૦% માથી ૧% પણ દુઃખ ને દુર કરી શકાય તો આપણે તેના આશીર્વાદ થી કોવીડ-૧૯ ની લડાઇ પણ જીતી જયશું.
રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર