રાજકોટ શહેર ૨ માસની બાળકી પણ કોરોનાની ઝપેટમાં. જીલ્લામાં આંક થયો ૧૦૦ને પાર

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં આજે વધુ એક કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાનો વધુ એક કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આજે એક જ દિવસમાં ૪ કેસ નોંધાયા છે. જે પૈકી ૧ શહેરમાં અને ૩ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. જેથી શહેરમાં પોઝિટિવ આંક ૮૧ પર પહોંચી ગયો છે. અને ગ્રામ્યનાં ૨૦ મળી કુલ પોઝિટિવની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. આજે સવારે ૩ કેસ નોંધાયા હતા. ત્યારે બપોર બાદ વધુ એક સામે આવ્યો છે. ૨ માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો. આ સાથે જીલ્લામાં આંક…

Read More

રાજકોટ શહેરમાં ભક્તિનગર પો.સ્ટે. વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને ભગાડી જનાર આરોપીની કરાઈ ધરપકડ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ભક્તિનગર પો.સ્ટે. વિસ્તારમાં રહેતી સગીરા ઉવ.૧૭ ને કલ્પેશ ઉર્ફે કલો રાજુભાઇ ડાભી રહે. કલ્યાણ સોસાયટી શેરી નં-૧ સહકાર રોડ રાજકોટ, લલચાવી ફોસલાવી ભગાડીને લઇ ગયો હતો. આ બાબતે સગીરાના વાલીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા ભક્તિનગર પો.સ્ટે. ખાતે I.P.C. કલમ.૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને રાજકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ થતા. સગીરાને ભગાડી જનાર આરોપીને શહેર કુવાડવા રોડ સાત હનુમાન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ પાલનપુર -અમદાવાદ હાઇવે પર પિતાની નજર સામે થયું પુત્રીનું મોત

રાજકોટ પાલનપુર -અમદાવાદ હાઇવે પર જગાણા પાટિયા પાસે ગોઝારો અકસ્માત… ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત… અકસ્માતમાં બાઈક પર સવાર પિતાની નજર સામે જ પુત્રીનું ઘટના સ્થળે મોત.. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે ખસેડાયા.. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી… રિપોર્ટર : મહિપત દવે, રાજકોટ

Read More

બનાસકાંઠામાં કર્મકાંડ કરતા ભુદેવોને પણ નડ્યો કોરોના….

બનાસકાંઠા, ● સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરે.. ● લોકડાઉન 4 માં મંદિરો ને ખોલવાની છુંટ આપવા માંગ.. ● કર્મકાંડ કરતા ભુદેવો અને પુજારીઓની હાલત કફોડી. ● મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ રાહત પેકેજ આપવા માંગ.. ● જિલ્લા કલેકટરને પાઠવાયુ આવેદનપત્ર ● ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને પણ કરાઈ રજૂઆત ● શાસ્ત્રી હિરેનભાઈએ સમગ્ર જિલ્લાના કર્મકાંડી ભુદેવો અને પૂજારીઓ વતી કરી રજુઆત..  

Read More

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદ, દાહોદમાં તા 27 વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા દસ દિવસથી ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ચાર દર્દીઓને કોરોનાના એક પણ લક્ષણ જોવા ના મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા આપવામાં આવી હતી. આમ, દાહોદમાં અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિ કોરોના વાયરસથી સારી થઇ ગઈ છે. આજે જે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તેના નામ જોઇએ તો ૨૩ વર્ષીય શબાનાબેન પઠાણ, ૫૬ વર્ષના બુચીબેન ભાભોર, ૨૭ વર્ષીય નિયાજુદ્દીન કાજી, ૪૫ વર્ષીય નફિસાબેન પઠાણનો સમાવેશ થાય છે. આ ચારેયને હોસ્પિટલમાં સતત નિરીક્ષણ હેઠળ…

Read More

દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની થતી ખરીદી

દાહોદ, દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી આગામી તા. ૩૧ સુધી ચાલું છે. જેમાં ઘઉં માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ અને ચણા માટે ગુજકોમાસોલ એમ બે એજન્સી નિયત કરવામાં આવી છે. ઘઉં માટે રૂ. ૧૯૨૫ પ્રતિ ક્વિન્ટલ અને ચણાના રૂ. ૪૮૭૫ પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. ટેકાના ભાવે આ બન્ને જણસો વેચવા માંગતા ખેડૂતોએ ચાલુ વર્ષના ૭/૧૨ અને ૮ અ ના ઉતારા, પાસબૂક અથવા કેન્સલ્ડ ચેક સાથે તાલુકાના ગોડાઉનનો સંપર્ક કરવાનો રહેશે. આ માટે તાલુકાના ગોડાઉન માટે સંપર્ક…

Read More

રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નીરજ પંડ્યા ને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પદ પર નિયુક્ત કરાયા

અંકલેશ્વર, રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હસન આરીફ અને વર્કિંગ કમિટી દ્વારા અંકલેશ્વર ના રહેવાસી નીરજ અનિલભાઈ પંડ્યા ને ગુજરાત પ્રદેશ ના સુરેન્દ્રસિંહ શર્માની અધ્યક્ષતામાં રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ માટે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે નીરજ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હસનઆરીફ અને અધ્યક્ષ સુરેન્દ્ર શર્મા નો હું આભાર માનું છું કે જેઓએ મારી પર વિશ્વાસ રાખી ઉપાધ્યક્ષ પદ માટે મારા નામની ભલામણ કરી છે અને મને યોગ્ય ગણી પુરા પ્રદેશની જવાબદારી સોંપી અને સમાજસેવા કરવાની જે તક આપી છે તે…

Read More

માંગરોળ આહીર યુવા મંચ દ્વારા માંગરોળના જાહેર વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

માંગરોળ, હાલમાં કોરોના મહામારી ને લઈ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ થી બચવા માટે તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઘણી બધી સામાજિક સેવાભાવી સંસ્થાઓ વિવિધ સેવાકાર્ય કરી રહી છે ત્યારે આજ રોજ જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે આહીર યુવા મંચ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંચના સભ્યો દ્વારા જાહેર જગ્યાઓ એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ટાવર રોડ, લીમડા ચોક સહિતની જગ્યાઓ એ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માસ્ક ફરજીયાત પહેરવા લોકોને અપીલ કરવામાં આવી હતી . રિપોર્ટર : મીલન બારડ,…

Read More

રાજકોટ શહેર અજાણ્યા પુરૂષને અનડીટેકટ મર્ડરનો ગુન્હો ગણતરીની કલાકોમાં શોધી કાઢી આરોપીને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મોરબી રોડ પર લાતીપ્લોટ પાસેની બારદાન ગલીમાં મંગળવારે સાંજે એક ટ્રક બારદાન ઉતારવા આવ્યો હતો. અને ચાલક ટ્રક પાર્ક કરતો હતો. ત્યારે તેને દુર્ગંધ આવી હતી. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ કોથળાના ઢગલા નીચેથી આવતી હોય ટ્રક ચાલકે શંકાના આધારે ઢગલા નજીક જતાં જ ઢગલા નીચે એક લાશ જોવા મળી હતી. ટ્રક ચાલકે લાશ અંગેની જાણ કરતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ ફર્નાન્ડિઝ અને ક્રાઇમ બ્રાંચના પી.આઇ એચ.એમ.ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે કોથળાના ઢગલામાંથી લાશ બહાર કાઢી હતી. લાશ કોહવાયેલી હતી. અને…

Read More

રાજકોટ શહેર હવે માસ્ક નહી પહેનાર અને જાહેરમાં થુંકનારને પણ આપવામાં આવશે ઈ-મેમો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યા ન હોય તેવા વ્યક્તિઓ પાસે પહેલા ૧૦૦૦ રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે માથાકૂટ થાય છે. મનપાએ માસ્કની રકમ વસૂલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. મનપાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય તેમના ફોટા પાડે છે અને માસ્ક વગર નીકળ્યા હોય તેમના ઘરે ઇ-મેમો મોકલી આપવાનું શરૂ કર્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More