રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યા ન હોય તેવા વ્યક્તિઓ પાસે પહેલા ૧૦૦૦ રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે માથાકૂટ થાય છે. મનપાએ માસ્કની રકમ વસૂલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. મનપાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય તેમના ફોટા પાડે છે અને માસ્ક વગર નીકળ્યા હોય તેમના ઘરે ઇ-મેમો મોકલી આપવાનું શરૂ કર્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ