રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મોરબી રોડ પર લાતીપ્લોટ પાસેની બારદાન ગલીમાં મંગળવારે સાંજે એક ટ્રક બારદાન ઉતારવા આવ્યો હતો. અને ચાલક ટ્રક પાર્ક કરતો હતો. ત્યારે તેને દુર્ગંધ આવી હતી. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ કોથળાના ઢગલા નીચેથી આવતી હોય ટ્રક ચાલકે શંકાના આધારે ઢગલા નજીક જતાં જ ઢગલા નીચે એક લાશ જોવા મળી હતી. ટ્રક ચાલકે લાશ અંગેની જાણ કરતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ ફર્નાન્ડિઝ અને ક્રાઇમ બ્રાંચના પી.આઇ એચ.એમ.ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે કોથળાના ઢગલામાંથી લાશ બહાર કાઢી હતી. લાશ કોહવાયેલી હતી. અને મૃતકના ગળા પર દોરી બાંધેલી હતી.
બાદમાં મોત બાબતે ચોક્કસ કારણ જાણવા લાશનું ફોરેન્સીક મેડીસીન પી.ડિ.યુ હોસ્પિટલ ખાતે પી.એમ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ગણેશનગરમાં રહેતા અને બારદાન ગલીમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ગોવિંદભાઇ ભગાભાઇ ચાવડાની હોવાનું ખુલ્યું હતું.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ