ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં વિકાસની પ્રતિબધ્ધતા સાથે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારીઓની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેન શ્રોફના શતાબ્દી વર્ષ પ્રસંગે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારીઓ શિશુવિહાર સંસ્થામાં એકત્રિત થયાં હતાં.

ઉદ્યોગના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર દિપેશભાઈ શ્રોફની અધ્યક્ષતામાં મળેલ એક્સલ ઇન્ડસ્રીહતઝના પૂર્વ કર્મચારીઓ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તેમજ એન્જિનિયરો અને વિષય નિષ્ણાંતોએ ભાવનગરના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.

કાંતિભાઈ શ્રોફ દ્વારા પ્રોત્સાહિત “પ્રાથમિક સારવાર અને આપત્તિ નિવારણ” ની ઉમદા પ્રવૃત્તિ ભાવનગરની ૧૦૦ શાળાઓના નાના બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી લેનાર શીશુવિહાર સંસ્થા માટે પણ આ પ્રસંગ સૌનો આદર વ્યક્ત કરવાનો બની રહ્યો હતો.

એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના કન્સલ્ટર રોબર્ટ ફર્નાન્ડિસના સંકલનથી આ બેઠક સૌના સાથથી સૌના વિકાસથી કરવાની પ્રતિબધ્ધતા સાથે સંપન્ન થઇ હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી ભાવનગ 

Related posts

Leave a Comment