દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની થતી ખરીદી

દાહોદ,

દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી આગામી તા. ૩૧ સુધી ચાલું છે. જેમાં ઘઉં માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ અને ચણા માટે ગુજકોમાસોલ એમ બે એજન્સી નિયત કરવામાં આવી છે. ઘઉં માટે રૂ. ૧૯૨૫ પ્રતિ ક્વિન્ટલ અને ચણાના રૂ. ૪૮૭૫ પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે.


ટેકાના ભાવે આ બન્ને જણસો વેચવા માંગતા ખેડૂતોએ ચાલુ વર્ષના ૭/૧૨ અને ૮ અ ના ઉતારા, પાસબૂક અથવા કેન્સલ્ડ ચેક સાથે તાલુકાના ગોડાઉનનો સંપર્ક કરવાનો રહેશે. આ માટે તાલુકાના ગોડાઉન માટે સંપર્ક નંબર આ મુજબ છે. દાહોદ ૬૩૫૯૯૪૬૦૫૩, ગરબાડા ૬૩૫૯૯૪૬૧૦૧, ધાનપુર ૯૯૦૯૬૫૩૯૭૮, દેવગઢ બારિયા ૬૩૫૯૯૪૫૮૮૯, લીમખેડા ૬૩૫૯૯૪૬૧૦૦, ઝાલોદ ૯૯૭૯૯૮૯૨૫૪ અને ફતેપુરા ૬૩૫૯૯૪૬૧૦૩ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : વિજય બચાણી, દાહોદ

Related posts

Leave a Comment