શહેરા નગર માં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની કોઈપણ દુકાનો ખોલશે તો પોલીસ કાર્યવાહી કરાશે. અને દુકાન નો લાયસન્સ પણ રદ્દ થશે

શહેરા, કોરોના વાયરસ covid – 19 મહામારીના સંદર્ભમાં જરૂરી લોકડાઉન ૧, લોકડાઉન ૨ અને લોકડાઉન ૩ ની મુદત તા ૧૭/૦૫/૨૦૨૦ સુધી લાગુ કરવામાં આવેલ છે. મે.કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ , પંચમહાલ, ગોધરાના તા.૦૪/૦૫/૨૦૨૦ના જાહેરનામાં માં ઉલ્લેખ કર્યાનુસાર શહેરી વિસ્તારમાં શહેરા નગરપાલિકા વિસ્તારમાં ફકત આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની કોઈપણ દુકાન ખોલવાની રહેશે નહી. જો દુકાનો ખોલશે તો જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. અને લાયસન્સ પણ રદ કરવામાં આવશે . આવશ્યક સેવાઓ જેવી કે શાકભાજી , દુધ, કરીયાણુ , મેડીકલ સ્ટોર્સના વેપારીઓ એ વિતરણ સમયે ૬ ( છ ) ફુટનુ…

Read More

ઝાલોદ તાલુકા ખાતે કોરોનાવાયરસ ની આ લોકડાઉન ના મહામારી માં નાના વેપારીઓ ને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો

ઝાલોદ,ખાતે ઝાલોદ તાલુકા માં ફેલાતું કોરોનાવાયરસ થકી આ લોકડાઉન ની મહામારી ને લઇ ને આખું તંત્ર કામે લાગ્યું છે. ત્યારે સેવાભાવી લોકો આવી કપરા સમયે ગરીબો ને ભોજન મળી રહે તે માટે રાશન કીટ તથા ટિફિન ની વ્યવસ્થા કરવામા આવી હતી. લોકો ને આવા સંકટ સમયે અગવડતા ના પડે અને સહેલાઇ થી કારીયાણા નો સામાન મળી રહે તે માટે તંત્ર દ્વારા સવાર માં વૈકલ્પિક સગવડ કરાઈ છે. ત્યારે નગર ના મોટા ગણાતા ડિલરો દ્વારા ખાંડ , તેલ અને દાળ માં કિલો એ રૂ.15 થી 200 સુધી નો વધારો કરતા નાના…

Read More

પેન્શનરો જીવનપ્રમાણ પોર્ટલ પર ઓનલાઇન હયાતીની ખરાઇ કરી શકશે

દાહોદ, તા. ૦૫ : દાહોદના જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા પેન્શનરોને હયાતીની ખરાઇ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવનપ્રમાણ પોર્ટલ પર ડિઝિટલ લાઇફ સર્ટીફીકેટની પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. ડીઝિટલ લાઇફ સર્ટીફીકેટની પદ્ધતિ મુજબ ઓનલાઇન હયાતીની ખરાઇ વેબસાઇટ www.jeevanpramaan.gov.in પરથી કરી શકાશે. જિલ્લા તિજોરી અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, દર વર્ષે મે, જુન, જુલાઇ માસમાં થતી હયાતીની ખરાઇને બદલે જુન, જુલાઇ, ઓગષ્ટ માસમાં પેન્શનર જે બેંકમાંથી પેન્શન મેળવતો હોય તે બેંકમાંથી જઇને જ હયાતીની ખરાઇ કરવાની રહેશે. આ સમયમર્યાદામાં હયાતીની ખરાઇ કરાવવામાં પેન્શનર નિષ્ફળ જાય…

Read More

ઢસા ગામમા ગઢડા રોડ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓને માર્ગદર્શન આપતા psi રાવલ

ગઢડા, ગઢડા તાલુકાના ઢસા ગામમા ગઢડા રોડ ઉપર આવેલ ખુબડશા પીર દરગાહ (કબ્રસ્તાન) બાજુમા આવેલ સ્થળ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને માર્ગદર્શન આપતા psi રાવલ એ જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસ દિવસે દિવસે વાળી રહ્યા છે ત્યારે આવા સમયમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા જવાનો રાત દિવસ એક કરી પોતાની ફરજ નિભાવી રહયા છે. ત્યારે ઢસા ગામ પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરી દેવામા આવ્યું છે. હાલ બોટાદ મા અચાનક કોરોના વાયરસ ના કેસો વધી જતા સમગ્ર જિલ્લામા સખ્ત બંદોબસ્ત કરી દેવામા આવ્યુ છે. ઢસાના psi રાવલ એ તમામ સ્થળ…

Read More

રાજકોટ શહેરની મોદી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને ફીની ઉઘરાણી શરૂ કરી….

રાજકોટ,      તા. ૭/૫/૨૦ જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉન ને લીધે કામ ધંધા બંધ છે. તેવા સમયમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને ખાવા માટે મુશ્કેલીઓ પણ અનુભવાય છે. ત્યારે રાજકોમાં આવેલ મોદી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને ફી ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. જ્યારે રાજ્ય સરકારનાં જાહેરનામા પ્રમાણે સ્કૂલો ફી ન ઉઘરાવી શકે, તેવામાં સ્કુલોઍ વાલીઓને ફી ભરવાનુ કહેતા વાલીઓમાં ખાસ આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ અંગેની ફરિયાદ…

Read More

રાજકોટ શહેર અને જીલ્લામાં લગ્ન માટે કલેકટરે આપી મંજૂરી. ૨૦ લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે.

રાજકોટ , રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર સતત વધતો જાઈ છે. ત્યારે જીલ્લામાં ૬૫ કેસ થઇ ગયા છે. જ્યારે તેમાંથી અત્યાર સુધીમાં ૨૪ દર્દીઓ સાજા થયા છે. અને ૪૧ દર્દીઓ હજી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં લગ્ન માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. જેને કારણે હવે રાજકોટ જિલ્લામાં લગ્ન સમારંભ યોજી શકાશે. આ અંગે રાજકોટના અધિક કલેક્ટર પરીમલ પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન સમારંભ યોજવા માટે પ્રાંત અધિકારી મંજૂરી આપશે. લગ્નમાં ફક્ત ૨૦ લોકો જ હાજર રહી શકશે. એટલું જ નહીં, મેળાવડા…

Read More

રાજકોટ શહેર લોકડાઉનને લઈ જાહેરનામા ભંગમાં સખતાઈ કેળવવા ટ્રાફિક શાખાને આદેશ.

રાજકોટ , રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ કોરોનાના વાયરસને અટકાવવા ત્રીજા તબકકાના લોકડાઉનનો કડક અમલ કરવવા શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ સાહેબ દેખરેખ હેઠળ મદદનીશ પોલીસ કમિશ્ર્નર, ટ્રાફિક શાખા બી.એ.ચાવડાના માર્ગદર્શન અને પી.આઇ. એસ.એન.ગડુ સહિતના સ્ટાફ દ્વારા પશ્ર્ચિમ વિભાગ વિસ્તારનાં મુખ્ય માર્ગો જેવા કે રૈયા રોડ, યુનિ. રોડ, ૨૦ જેટલા બુલેટ અને ૧૦ ગાડીઓ અને અન્ય ખાનગી ટુ-વ્હીલર દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ. લોકોને રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી બહાર નહીં નીકળવા અંગેની જાહેરાત કરી તેમજ ૭ રીક્ષા શહેરના જુદા જુદાં…

Read More

રાજકોટ-અમદાવાદ વચ્ચે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ. કલેકટરશ્રી રેમ્યા મોહન

રાજકોટ , રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ હાલ સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવ્યો રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા ખુબજ ઝડપથી વધી રહી છે. જે સમગ્ર રાજ્ય માટે ખતરાની ઘંટડી સાબીત થાય તેવું સ્પષ્ટપણે જણાય રહ્યું છે. રાજકોટમાં પણ છેલ્લા ઘણા દિવસોથી જંગલેશ્ર્વર સીવાયના એક પણ વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો. જેથી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પરંતુ અચાનક અમદાવાદથી આવેલા એક વ્યક્તિને કોરોના પોઝીટીવ હોવાનું ધ્યાને આવતા સમગ્ર શહેર પર જોખમ વધ્યું છે. આમ અમદાવાદ રાજકોટ શહેર માટે જોખમ ન બને તે માટે…

Read More

 રાજકોટ શહેર પેટ્રોલ પંપ એસોસિએશનનો મહત્વ પૂર્ણ નિર્ણય. સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સામાન્ય જનતાને વાહનમાં પેટ્રોલ નહિ પુરી આપવામાં આવે.

રાજકોટ , રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ મનપા કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તેવા હેતુથી સાંજના ૭.૦૦ થી સવારના ૭.૦૦ સુધી તમામ દુકાનો સદંતર બંધ રાખવા તેમજ ખુબજ અગત્યના કામકાજ સીવાય બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજના ૭ વાગ્યા થી સવારના ૭ વાગ્યા સમય દરમિયાન સામાન્ય જનતાને વાહનમાં પેટ્રોલ નહિ પુરી આપવામાં આવે પોલીસ વાહન. એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોમાં જ સાંજના ૭ વાગ્યા…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. જીલ્લામાં વધુ ૨ કેસ નોંધાતા સંક્રમિત કેસોનો આંક ૬૫ પર પહોંચ્યો.

રાજકોટ , રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ રાજ્યમાં આજે કોરોનાનાં કેસ ૬.૦૦૦ ને પાર થઇ ચુકયાં છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા ૨ દિવસ બાદ આજે કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જેમાં શહેરમાં આજે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. જેમાં ૩૮ વર્ષીય પુરુષ અને ૧૯ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જીલ્લામાં ૨ કેસ વધીને કુલ સંક્રમિત કેસોનો આંક ૬૫ પર પહોંચી ગયો છે. ત્યારે અત્યાર સુધીમાં આ ૬૫ દર્દીઓ પૈકી ૨૪ દર્દીઓ સાજા થયા છે. અને ૪૧ દર્દી હજી સારવાર હેઠળ છે. રિપોર્ટર : દિલીપ પરમાર , રાજકોટ

Read More