રાજકોટના સફાઈ કામદારો બન્યા કોરોના વોરિયર્શ,જીવના જોખમે હોટસ્પોટ વિસ્તારમા કરે છે સફાઈ…

રાજકોટ, ૧/૫/૨૦૨૦ જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ અને ડોક્ટરોની સાથે પણ સફાઈ કામદારો એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી રાજકોટ શહેરમાં સવારમાં વહેલા ઊઠીને ૫૦૦૦ જેટલા સફાઇ કામદારોએ એક પણ રજાનો લાભ લીધા વિના નિયમિત સફાઈ કરે છે. અને તે પોતાના જીવને જોખમમાં મૂકીને હોટસ્પોટ વિસ્તારમાં પણ નિયમિત સફાઈ કરે છે. જ્યારે શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તે નિયમિત સફાઈ કરે છે. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

કેશોદના પોલીસ કોન્સ્ટેબલ નિવૃત થતા સ્ટાફ દ્વારા વિદાયમાન કરાયા

કેશોદ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અરજનભાઈ ડાંગર વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા શ્રીફળ સાકરનો પળો આપી પુષ્પગુચ્છ દ્વારા વિદાયમાન કરાયા. કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરજનભાઈ ડાંગર વય મર્યાદાના કારણે નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા લોક ડાઉનની પરિસ્થિતિને દયાનમાંં રાખી સોશ્યલ ડીસ્ટન્સ સાથે શ્રીફળ સાકરનો પળો આપી ફુલહાર પુષ્પગુચ્છથી વિદાયમાન કરી દીર્ઘાયુષય અને તંદુરસ્ત જીવન પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અરજનભાઈ ડાંગરે ૧૯૮૬ થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં ભરતી થયા હતા. વધુ પડતો સમય ગીર સોમનાથ જીલ્લામાં ફરજ બજાવી કેશોદ ખાતે ફરજ બજાવી રહ્યા હોય…

Read More

કેશોદના સેવાભાવી ઘરે ભોજન તૈયાર કરી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડેછે

કેશોદ, કેશોદ ના એક પરિવાર મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતા આખો પરિવાર ઘરે રસોઈ બનાવી લોક ડાઉનની શરૂઆતના દિવસથી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડી રહયા છે ભોજન. કેશોદના ઉમીયા નગરમાં રહેતાં વિશાલભાઈ વિનુભાઈ વાઘેલા લુહાર ફેબ્રીકેશન મજુરી કામ કરી પાંચ સભ્યો સહીતના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારથી લોક ડાઉનની શરૂઆતના દિવસથી જ જરૂરીયાતમંદ લોકો માટે પોતાના ઘરે જ રસોઈ તૈયાર કરી જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડી રહયા છે. લોકડાઉનના શરૂઆતના દિવસથી જ આખો પરિવાર સવારના દશ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી દરરોજ અલગ અલગ રસોઈ તૈયાર…

Read More

રાજકોટમાં ફાકી પાન- મસાલા અને સિગારેટ પીનાર થઇ જજો સાવધાન

રાજકોટ, ૧/૫/૨૦૨૦ ના રોજ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. અને લોકડાઉન  પણ ચાલી રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં ગુટખા, પાન- મસાલા અને ફાકી ખાનાર તેમજ સિગરેટ પીનાર વ્યક્તિ સામે પ્રોહીબીશન એકટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ આપ્યા છે. અને આ કલમ હેઠળ બે વર્ષની સખત કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

ગોંડલ-વીરપુર ગામ એસ.ટી ડેપો. કોરોના વાયરસની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે રાઉન્ડ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ વીરપુર ગામ એસ.ટી ડેપો માં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે જ્યાં પ્લેટફોર્મ ઉપર બસો ઉભી રહે છે. ત્યાં મુસાફરોને બસ ઉપર ચઢવામાં ઉતરવામાં તકલીફ ન પડે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્લેટફોર્મ ઉપર બસની બાજુમાં રાઉન્ડ કરવામાં આવેલ છે. સરકારશ્રીના આદેશ અનુસાર કોરોના વાયરસની મહામારી ના પગલે આજે વિરપુર ગામની અંદર એસ.ટી ડેપોમાં તકેદારીના પગલા એસ.ટી ડેપોના કર્મચારીઓ તેમજ ડેપો મેનેજર સુંદર કામગીરી બજાવેલ છે. એસ.ટી ડેપોની અંદર પાણી નું પરબ આવેલ છે. તેમજ દુકાનો, કેન્ટીન આવેલ છે. ત્યાં પણ માણસોની…

Read More

રાજકોટ શહેર હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્વર વિસ્તારમાં જતા અંદાજે ૨૦ થી ૩૦ કર્મચારીઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ કરાયું નથી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનાં પગલે લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની કડક સુચના હોય લોકો પોતાનાં ઘરે જ સમય પસાર કરે છે. માટે વીજળીની સપ્લાય ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘરે બેઠા લોકો વિજળી વગર અકળાઈ ઉઠતા હોય. P.G.V.C.L દ્વારા તમામ લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવાનો માસ્ટર પ્લાન તો ઘડી કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ સાતત્યપૂર્ણ વિજ પુરવઠો પુરો પાડવા માટે જે સ્ટાફ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. તેઓની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કાળજી રાખવામાં આવી નથી.…

Read More

પોલીસ કમિશનરનો આદેશ- રાજકોટમાં આજથી ફાકી, તમાકુ ખાનાર સામે કેસ થશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ.૧૩૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે. ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ.૧૩૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે. તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. રૂ.૧૨માં વેચાતી ફાકી રૂ.૫૦માં પણ વેચાઇ રહી છે. લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે દરેક શહેરમાં પોલીસ…

Read More

ગુજરાતના સ્થાપના દિવસે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડીયા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ સંકલ્પ કરાવ્યો 

ગુજરાતના સ્થાપના દિવસે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડીયા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ સંકલ્પ કરાવ્યો 1. હું માસ્ક પહેરી ને જ ઘરની બહાર નીકળીશ. 2. સોશિયલ ડિસ્ટન્સ પાલન કરીશ. 3. હું દિવસ માં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઈશ કરીશ. ઉપર મુજબનો સંકલ્પ લેવા જોડિયા તાલુકાના તમામ નાગરિકોને આહવાન કરું છું. રિપોર્ટર : શરદ રાવલ  

Read More

મુન્દ્રા તાલુકા ના છેવાળા ઓના અંતરીયાળ વિસ્તારોમાં નિ:શુલ્ક ૫૦ જેટલી રાશન કિટ નો વિતરણ

મુન્દ્રા, આજ રોજ તા. ૩૦/૦૪/૨૦૨૦ ના કોરોના વાયરસ નાં કારણે સમગ્ર દેશ ભરમાં ચાલી રહેલા લોકડાઉન ની પરિસ્થિતિ માં અતી જરૂરિયાત મંદ પરિવારોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા ટિમ તરફથી મુન્દ્રા તાલુકા ના છેવાળા ઓ ના અંતરીયાળ વિસ્તારોમાં નિ શુલ્ક ૫૦ જેટલી રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું. મુન્દ્રા તાલુકા ના ગામો લુણી મુન્દ્રા, રામાણીયા, મોટી તુમંડી, નાની તુમડી તથા બેરાજા ના અતી જરૂરિયાત મંદ પરિવારોને જેઓ રોજ કમાવી અને રોજ નું ગુજરાન ચલાવતા પરિવારો નેં નિ:શુલ્ક રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્ય મા…

Read More

રાજકોટ શહેર ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ પહોંચાડતું આશાપુરા કેટરીંગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના કેરને મહાત આપવા હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરે તે માટે પોલીસ ખડેપગે છે. આ સમયે પોલીસ માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જે.સી.પી. ખુરશીદ અહેમદ દ્વારા પોલીસ કર્મીઓને ફૂડ પહોચી શકે તેવી વિચારણા કરવામાં આવી હતી. ત્યારે હાલ ૧૬ વર્ષનાં અનુભવી આશાપૂરા કેટરીંગ દ્વારા આ બીડુ ઝડપવામાં આવ્યું છે. તેઓ નિત્ય પણે ૩૫૦૦થી વધારે પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ બંને ટંક પહોચાડે છે. જેમાં ડ્રાયફૂટ, સ્વીટ, ફરસાણ, ચોકલેટ અને બે સીઝનલ ફળ મુકવામાં…

Read More