ગોંડલ-વીરપુર ગામ એસ.ટી ડેપો. કોરોના વાયરસની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે રાઉન્ડ કરવામાં આવેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ વીરપુર ગામ એસ.ટી ડેપો માં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે જ્યાં પ્લેટફોર્મ ઉપર બસો ઉભી રહે છે. ત્યાં મુસાફરોને બસ ઉપર ચઢવામાં ઉતરવામાં તકલીફ ન પડે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્લેટફોર્મ ઉપર બસની બાજુમાં રાઉન્ડ કરવામાં આવેલ છે. સરકારશ્રીના આદેશ અનુસાર કોરોના વાયરસની મહામારી ના પગલે આજે વિરપુર ગામની અંદર એસ.ટી ડેપોમાં તકેદારીના પગલા એસ.ટી ડેપોના કર્મચારીઓ તેમજ ડેપો મેનેજર સુંદર કામગીરી બજાવેલ છે. એસ.ટી ડેપોની અંદર પાણી નું પરબ આવેલ છે. તેમજ દુકાનો, કેન્ટીન આવેલ છે. ત્યાં પણ માણસોની ભીડના પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે થોડો-થોડો અંતરો ઉપર રાઉન્ડ કરવામાં આવેલ છે. તેમજ ઇન્કવાયરી ઓફિસની બાજુમાં વિદ્યાર્થીઓ પાસ લઈને આવતા હોય છે.

એન્ટ્રી પડાવા માટે તે લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ત્યાં પણ રાઉન્ડ કરવામાં આવેલ છે. લોકડાઉનના પગલે રાજ્યમાં ખૂબ જ માહામારીનો સામનો કરવો પડ્યો છે. D.M. ગોંડલ જે.આર.અગ્રાવત, T.C. હિમાંશુભાઈ મહેતા, વજુભાઈ દાફડા, એસ.કે.પરમાર, અશોકભાઈ કોચરા, જૈમીનભાઈ પટેલ, જેન્તીભાઈ વાધેલા કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment