રાજકોટ,
૧/૫/૨૦૨૦ ના રોજ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. અને લોકડાઉન પણ ચાલી રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં ગુટખા, પાન- મસાલા અને ફાકી ખાનાર તેમજ સિગરેટ પીનાર વ્યક્તિ સામે પ્રોહીબીશન એકટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ આપ્યા છે. અને આ કલમ હેઠળ બે વર્ષની સખત કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે.
રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ