કેશોદના સેવાભાવી ઘરે ભોજન તૈયાર કરી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડેછે

કેશોદ,

કેશોદ ના એક પરિવાર મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતા આખો પરિવાર ઘરે રસોઈ બનાવી લોક ડાઉનની શરૂઆતના દિવસથી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડી રહયા છે ભોજન. કેશોદના ઉમીયા નગરમાં રહેતાં વિશાલભાઈ વિનુભાઈ વાઘેલા લુહાર ફેબ્રીકેશન મજુરી કામ કરી પાંચ સભ્યો સહીતના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારથી લોક ડાઉનની શરૂઆતના દિવસથી જ જરૂરીયાતમંદ લોકો માટે પોતાના ઘરે જ રસોઈ તૈયાર કરી જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડી રહયા છે. લોકડાઉનના શરૂઆતના દિવસથી જ આખો પરિવાર સવારના દશ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી દરરોજ અલગ અલગ રસોઈ તૈયાર કરી પોતાની બાઈકમાં જ સાંજના સમયે જૂદા જુદા વિસ્તારોમાં જરૂયાતમંદ લોકોને ભોજન પહોંચાડી રહયાછે. જે ભોજન પીરસવામાં અન્ય લોકો પણ તેમની કામગીરીમાં સહભાગી બનવા ભોજન પીરસવાની સેવા આપી રહયા છે તેમજ હોસ્પિટલમાં કોઈ દર્દીને સારવાર અર્થે રોકાણ થતુ હોય તેવા દર્દીઓને પણ ટિફિનની વ્યવસ્થા કરી આપે છે.

રિપોર્ટર : જગદીશ યાદવ, જુનાગઢ

Related posts

Leave a Comment