રાજકોટના સફાઈ કામદારો બન્યા કોરોના વોરિયર્શ,જીવના જોખમે હોટસ્પોટ વિસ્તારમા કરે છે સફાઈ…

રાજકોટ,

૧/૫/૨૦૨૦ જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ અને ડોક્ટરોની સાથે પણ સફાઈ કામદારો એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી રાજકોટ શહેરમાં સવારમાં વહેલા ઊઠીને ૫૦૦૦ જેટલા સફાઇ કામદારોએ એક પણ રજાનો લાભ લીધા વિના નિયમિત સફાઈ કરે છે. અને તે પોતાના જીવને જોખમમાં મૂકીને હોટસ્પોટ વિસ્તારમાં પણ નિયમિત સફાઈ કરે છે. જ્યારે શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તે નિયમિત સફાઈ કરે છે.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment