રાજકોટ શહેર નગરસેવક વિજયભાઇ વાંકે ૩પ૦૦૦ પરિવારોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનો સંકલ્પ પુરો કર્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં નાખ્યો હતો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧ર ના કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે અમે ગઇકાલથી ડુંગળી વિતરણ શરુ કયુ હતું. ૩પ૦૦ લોકોને વ્યકિત દીઠ ૭-૭ કિલો ડુંગળી મળી રહે તે માટેનું અમારું આયોજન હતું. ૧ર૦૦ મણ ર૪૦૦૦ કિલો ડુગળી અમે ખેડુતો પાસેથી ૯૦ રૂપિયાના ભાવની મણ લેખે ખરીદી કરી હતી. મારા પિતાશ્રી બાબભાઇ રામભાઇ વાંક દ્વારા આ સેવાયજ્ઞ અવિરત શરુ કરવામાં આવ્યો છે. ૧૮૦૦ મણ ઘંઉ આપવામાં આવ્યા છે. ત્યારબાદ લોકોને ડુંગળી આપીએ પરંતુ ગઇકાલે ડુંગળી વિતરણ કરતાં હતા. ત્યારે પોલીસ દ્વારા તવાઇ કરી મને ચાર થી પાંચ કલાક પોલીસ સ્ટેશન બેસાડયો હતો. અને ત્યારે મેં સંકલ્પ કર્યો કે જયાં સુધી તમામ ડુંગળી પરીપૂર્ણ ન થાય અને ગરીબોના ઘર સુધી ન પહોચે તયાં સુધી મારા ઘરે જઇ અનાજ નહીં લઉ માત્ર દૂધ પ્રવાહી પર રહીશ અને આજે રાત સુધીમાં ડુંગળી તમામ ડુંગળી વિતરણ કરીશું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment