વ્યાપી સૂર્યનમસ્કાર અભિયાન અંતર્ગત તા.૧લી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર અને કવાંટ ખાતે કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ગુજરાત સરકાર દ્વારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર “સૂર્યનમસ્કાર’’ દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. સાથે વર્ષના પ્રથમ દિવસની સૂર્યની કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતા અંદાજે ૨૫૦૦ લોકોની ઉપસ્થિતિમાં ૧૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યના દરેક જિલ્લાઓ/મહાનગરપાલિકા તેમજ અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી કુલ -૧૦૮ સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

છોટાઉદેપુર જિલ્લામાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન (૧) એકલવ્ય મોર્ડલ રેસીડેન્સી સ્કુલ, કવાંટ.(૨) કુસુમ વિલાસ પેલેસ,છોટાઉદેપુર ખાતે તારીખ ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે થનાર છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment