રાજકોટ શહેરમાં માત્ર ડિલિવરી કરવાની શરતે ચાની હોટલો ખુલી રાખવા મહાનગર પાલિકા દ્વારા છૂટ અપાઈ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪ અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રાખવા બાબતમાં જે આદેશ કરવામાં આવ્યા છે. તેને અનુસરીને તેમજ જાહેર સ્વાસ્થ્યના હિતમાં આવશ્યકતા અનુસાર જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચાની હોટલો ખુલી રાખવા થયેલી રજૂઆત અને લોકલાગણી અને માગણીને નજર સમક્ષ રાખી ચાની હોટલોને માત્ર ચાની ડિલિવરી કરવાની ખાસ શરતે જ સવારે ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી જ ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment