રાજકોટ શહેરના નાયબ કલેકટરની ૨૭ વર્ષીય પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો. રાજકોટના નાયબ કલેકટરની પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૨૭ વર્ષીય જાનકી અમદાવાદથી પરત આવતા થોડા લક્ષણો દેખાતા તરત જ શહેરમાં આવેલ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ સિવાય પણ આજે રાજકોટના જસદણના જંગવડ ગામમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ગામે ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. આ વૃદ્ધાને જંગવડની આશાવર્કર અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરતા તેઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં બે પોઝિટિવ કેસ નોંધાયા જેમાં રાજકોટ શહેરની યુવતી અને ગ્રામયના વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment