બનાસકાંઠાના લાખણી તાલુકામાં મેઘરાજાએ નુકસાન ના પગલે ધમાકેદાર કરી એન્ટ્રી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદથી લાખણી તાલુકાના દસ થી વધુ ગામના ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેથી મગફળી, કપાસ, બાજરી, જુવાર, તલ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ભારે વરસાદને કારણે લાખણી તાલુકાના ગામોમાં ઘણાં બધાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. લાખણી તાલુકાના આસપાસ દસ વધુ ગામના ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને મોટું નુકસાન થયું છે. ઘણૂ પાણી ભરાઈ જતા ઉભા પાક બળીને ખાખ થઈ ગયા છે. ખેડુતોએ સારા ઉત્પાદનની આશાએ ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતો ને મોટું નુકસાન ખેડૂતો ખૂબજ ચિંતા માં
છે. જો સરકાર અમારા પાકમાં થયેલ નુકસાન નુ સર્વે કરીને સહાય આપે એવી માંગ ઉઠી છે. ખેડૂતો આ કોરોના ના મહામારી મા મોંઘા ભાવના ખાતર બિયારણ ખેડાઈ નુ વળતર કેવીરીતે લાવવું જેથી કરીને સરકાર ને વિનંતી છે, કે અમારા પાકમાં થયેલ નુકસાન સર્વે કરીને સહાય ના પગલાં લેવા વિનંતી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment