ખેડબ્રહ્મા નગરપાલિકા અને મામલતદાર દ્વારા કોરોના ના કહેર ને ધ્યાનમાં લઈને અહેમ ફેંસલો

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા માં આજે પ્રાંત અધિકારી ની આગેવાની હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ વેપારી એસોસિયેશન ના પ્રતિનિધિઓ ની સાથે મિટિંગ મળી જેમાં તા.27.9.20 થી 7.10.20 સુધી સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હોલ ખાતે દરેક વેપારી મિત્રો તેમજ સ્ટાફ નું કોરોના નું ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટ કરાવ્યા બાદ દરેક વેપારી મિત્રો ને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેની પાસે હેલ્થ કાર્ડ નહિ હોય એમને દુકાન ખોલવા દેવામાં આવશે નહીં.
દરેક વેપારી એસોસિએશન ની ટેસ્ટ માટે ની તારીખ એમના પ્રતિનિધિ ને જણાવવા માં આવી છે.તો દરેકે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવી લેવો.
ખેબ્રહ્મામા મિઠાઈ ફરસાણ વેપારી એસોસિએશન ના વેપારીમિત્રો નો ટેસ્ટ તા.04.10.2020 ના રોજ સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કરાવવા નો રહેશે. તેમ અન્ય પ્રજાજનો નો પણ ફ્રી કોવિડ ૧૯ ટેસ્ટ પોતાના વોડ વાઇજ ગોઠવવામાં આવ્યો છે. તમામ ખેડબ્રહ્મા માં અનેક અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે.જે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment