ઝાલોદ,
કેન્દ્ર સરકાર ની ભારત માલા યોજના અંતર્ગત દિલ્હી મુંબઇ નેશનલ કોરિડોર હાઇવે માં ઝાલોદ તાલુકા ના 14 ગામો માંથી 358 જેટલા સર્વે નંબરો ની ખેડૂતો ની જમીન જતી હોવાથી ખેડુતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે .જ્યારે કેન્દ્ર સરકારે પુનઃ કોરિડોર નું જાહેરનામું બહાર પાડતા ખેડૂતો માં ઉગ્ર રોષ ફાટેલો જોવા મળ્યો હતો. તારીખ 02.01.20 ના ગુરુવાર ના રોજ 14 ગામના ખેડુતો પોતાના પરિવાર સાથે પ્રાંત કચેરી ,ઝાલોદ ખાતે ઉમટી પડ્યા હતા .અને 600 થી વધુ વાંધા ઓ રજુ કરી ને વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતો અને કોંગ્રેસ ના પૂર્વ સાંસદ ડો.પ્રાભબેન તાવિયાડ ,જિલ્લા કોંગ્રેશ પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહભાઈ માવી, ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ ડાંગી દ્વારા આવેદન આપીને 14 ગામો માંથી પસાર થતો દિલ્હી-મુંબઇ કોરિડોર ને તાત્કાલિક રદ કરવા અને દાહોદ જિલ્લા ના ખેડૂતો ને સિંચાઇ માટે નર્મદા નું પાણી આપવા માટે રજુઆત કરવામાં આવી હતી અને જો આ પ્રશ્નો નું 7 મી તારીખ સુધી નિરાકરણ કરી સરકાર દ્વારા જાહેરાત કરવામાં નહીં આવે તો 9 મી જાન્યૂ આરી એ પ્રાંત કચેરી ખાતે પરિવાર સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર : ઇફ્તીયાખા ફકીરા, ઝાલોદ