રાજકોટ શહેર ભાવનગર હાઇવે પર આવતા ત્રંબા-કસ્તુરબાધામ ખાતે જરૂરીયાતમંદ લોકોને સહાય પહોંચાડવામાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નિમિત્ત બન્યા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજુભાઇ ધ્રુવ ગામના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કચરો વીણતાં, પ્લાસ્ટિક વીણતાં અને ખેતમજૂરોના પરિવારોની ઘેર ઘેર મુલાકાત લઇને તેમની વ્યથાને સાંભળીને યથાશક્તિ હુંફ આપવાનો મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. આમાંના ઘણા પરિવારો નિરાધાર હતા. અને ઘરમાં કોઇ કમાઈ કરનાર વ્યક્તિ પણ ન હતી. આવા અસરગ્રસ્ત પરિવારોને માનવતાની હૂંફ આપવાનું પ્રેરક કાર્ય રાજુભાઈ ધ્રુવે કર્યું છે. રાજુભાઈ ધ્રુવે ત્રંબા ખાતે ગામમાં રહેતા આર્થિક રીતે અત્યંત સાધારણ સ્થિતિ ધરાવતા ઘણા લોકોની વ્યક્તિગત રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ શહેર થી થોડા દૂર ભાવનગર તરફના રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા ત્રંબા ખાતે ગરીબ કુટુંબોની મુલાકાત લઈ તેમને મદદરૂપ થવા પ્રયત્ન કર્યો હતો. ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ મદદ કરવાના તમામ પ્રયાસ કરશે એમ તેમણે જણાવ્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment