રાજકોટ શહેર કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત. જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા. ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ખેડૂતોએ લસણ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો. ધિરાણ અને ખેડૂતોના ભાવ મુદ્દે ખેડૂત આગેવાનોએ ભારે વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી. ખેડુતોને ડુંગળીના ભાવ અને ધિરાણ ના અલગ અલગ પ્રશ્નોને લઇને ભારે વિરોધ કરવામાં આવે તે પહેલા જ પોલીસે પકડી લીધા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment