રાજકોટ શહેર જીલ્લા જેલ અમદાવાદની જડતી સ્ક્વોડે દરોડો પાડી ૪ મોબાઈલ ફોન પકડ્યા, સંડાસમાં છુપાવ્યા હતા ફોન

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા જેલ વધુ એક વખત પ્રતિબંધિત ચીજ એવા મોબાઈલ ફોન મળતા ખળભળાટ મચ્યો છે. રાજકોટ જેલમાંથી અગાઉ પણ તમાકુ, સિગારેટ, કેબલ, મોબાઈલ ફોન, બીડી, ફાકી સહિતની ચોજવાસ્તુઓ મળી આવી હતી. અમદાવાદ જડતી સ્ક્વોડે દરોડો પાડી ચેકીંગ કરતા સંડાસના પોખરામાં છુપાવેલા ૪ મોબાઈલ ફોન મળી આવતા જડતી સ્ક્વોડના જેલર દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવાઈ છે. જડતી સ્ક્વોડના જેલરે કહ્યુ કે જેલ છે કે રેઢુ પઠ આ બનાવ બીજી વખત બન્યો હોય. ફરીયાદ દાખલ કરી ખાસ સુચના આપવામાં આવી છે. કે આવુ બીજી વખત બન્યુ તો કોઈ ને છોડવામાં નહી આવે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment