રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મેંગો માર્કેટ નજીક એક ટ્રેકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટનાસ્થળે ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રકનો આગળનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ટ્રકમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ