મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે સ્વચ્છતા અભિયાન રેલીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

હિન્દ ન્યુઝ, મહીસાગર

     સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહીસાગરના ઉપક્રમે સ્વચ્છતા એજ સેવા નિમિત્તે સ્વચ્છતા અભિયાન રેલી જિલ્લા ન્યાયાલય, લુણાવાડા ખાતેથી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. આ રેલી જિલ્લા ન્યાયાલય ખાતેથી નીકળી મહિલા પોલીસ ચોંકી ખાતે સમાપન થય હતી. ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા પ્રત્યે પ્રતિજ્ઞા લીધી હતી.

   આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને દરેક નાગરિકો સ્વસ્થ રહે તે માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. 

    આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ફૂલ ટાઈમ સેક્રેટરી એમ જે બીહોલા,પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.જે.સોની, ચીફ જ્યુડી મેજી. એમ.એમ.પરમાર, એડી. સિનિયર સિવિલ કોર્ટ સુ. કે.એમ. ભટ્ટ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ એચ.આર.મકવાણા, પી.પી.સોલંકી, સહિત એડવોકેટ અને બહેનો રેલીમાં જોડાય હતા.

રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર


Related posts

Leave a Comment