ભાવનગર જિલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા ખાદ્ય-તેલીબિયાંના સ્ટૉક મર્યાદાના પાલન અર્થે જિલ્લાના કુલ -૧૪ સ્થળે તપાસણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા ખાદ્યતેલ તેલીબિયાંમાં ગુજરાત સરકાર તરફથી લાગુ થયેલ સ્ટૉક મર્યાદા (રીટેલના કિસ્સામાં ખાદ્યતેલ ૩૦ ક્વિંટલ, ખાદ્ય-તેલીબિયાં ૧૦૦ ક્વિંટલ તથા હોલસેલના કિસ્સામાં ખાદ્યતેલ ૫૦૦ ક્વિંટલ, ખાદ્ય-તેલીબિયાં ૨,૦૦૦ ક્વિંટલ) ના પાલન અર્થે સઘન ઝુંબેશના ભાગ રૂપે ભાવનગરના શહેર તથા વિવિધ તાલુકાના કુલ -૧૪ સ્થળે તપાસણી કરવામાં આવેલ છે. વધુમાં તમામ ખાદ્યતેલ તેલીબિયાંના વેપારીઓને ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગાંધીનગરના તા.૨૪/૦૨/૨૦૨૨ ના હુકમ મુજબ અમલવારી કરવાની રહેશે. સદરહું હુકમ મુજબ અમલવારી ન કરવી કાયદેસર ગુન્હો બને છે. જે બદલ આવશ્યક ચીજ – વસ્તુ ધારા -૧૯૫૫ ની જોગવાઈ મુજબ પગલા લેવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment