બોટાદ ખાતે પોષણ અભિયાન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનાં “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ પોતાનાં બાળકની પોષણની સ્થિતિ સુધારવા માટે માતા-પિતા-વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને કોમ્યુનીટી મોબીલાઈઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે. આ ખ્યાલ સાથે ૦ થી ૬ વર્ષનાં બાળકો માટે “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” તા.૨૧મી માર્ચ થી ૨૭મી માર્ચ ૨૦૨૨ સુધી સમગ્ર ભારતમાં યોજવામાં આવશે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ બાળકોનું વજન-ઉંચાઈ મહિનાનાં બીજા મંગળવારે કરવામાં આવે છે, જેથી બાળકની પોષણની સ્થિતિ જાણી શકાય અને ઓછું પોષણ હોય તેવા બાળકોને યોગ્ય પોષણક્ષમ આહાર આપી પોષિત બનાવી શકાય. “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં ન નોંધાયેલા હોય તેવા તમામ બાળકો જેવા કે, ખાનગી-સરકારી શાળામાં જતાં, શેરડી કટીંગ માટે આવેલ હોય તેવા, અસ્થાયી વસ્તી વગેરેનાં ૦ થી ૬ વર્ષનાં બાળકોનું તા.૨૧ થી ૨૭ માર્ચ ૨૦૨૨ દરમ્યાન વજન-ઉંચાઈ કરવામાં આવનાર હોય અને ભારત સરકારની પોષણ ટ્રેકર એપ્લીકેશનમાં તેની એંન્ટ્રી કરવામાં આવશે. પોષણ ટ્રેકર એપ્લીકેશનમાં માત્ર આંગણવાડી કાર્યકર જ નહીં પરંતુ, માતા, પિતા, વાલી તથા વિવિધ વિભાગો પોતાનો સહયોગ આપી બાળકોનું વજન-ઉંચાઈ કરી આ એપ્લીકેશનમાં એંન્ટ્રી કરી પોષણની સ્થિતિ જાણી શકાશે તથા તંદુરસ્ત બાળક હોવા અંગેનું પ્રમાણપત્ર પણ મેળવી શકાશે. આ સ્પર્ધામાં માતા-પિતા અથવા વાલી દ્વારા પોતાના ૨ થી ૬ વર્ષના બાળકોનું વજન ઘરે પણ કરી શકે છે જે માટે પોતાના મોબાઈલમાં GOOGLE PLAY SOTORE પરથી મહિલા અને બાળ વિકાસની માન્ય એપ્લીકેશન “POSHAN TRACKER” ઈન્સ્ટોલ કરી “PARENT & GUARDIAN” મેનુંમાં મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને બાળકના વજન અને ઉંચાઈની માહિતી દાખલ કરી શકે છે. બોટાદ જિલ્લાનાં ૦ થી ૬ વર્ષનાં તમામ બાળકો આ સ્પર્ધામાં ભાગ લે અને બોટાદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા સહભાગી બનવા બોટાદ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment