બોટાદ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ન્યુ દિલ્લી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા બોટાદ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતના દિવસે સમગ્ર બોટાદ જિલ્લામાં કુલ – ૧૧૨૩ પેન્ડિંગ કેસો અને ૧૯૩ પ્રિ-લિટિગેશન કેસો એમ કુમ – ૧૩૧૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવામાં બોટાદ જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીઓ, કોર્ટના કર્મચારીઓ, જિલ્લા પોલીસ તથા બોટાદ જિલ્લાના તમામ વકીલ મંડળોનો સંપૂર્ણ સહકાર મળેલ હતો. આમ વર્ષ ૨૦૨૨ માં યોજાયેલ પ્રથમ નેશનલ લોક અદાલતમા ખૂબ જ સારું પરિણામ મળેલ અને નેશનલ લોક અદાલત સફળ રહી હતી.

Related posts

Leave a Comment