સુરતના આંગણે ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ નિમિત્તે રાજયકક્ષાનો ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયોઃ

હિન્દ ન્યુઝ, સુરત

               ગ્રાહકએ બજારનો રાજા છે. ગ્રાહકને માહિતગાર થવાનો, વસ્તુની પસંદગી કરવા સહિતના અનેક અધિકારો પ્રાપ્ત થયા છે ત્યારે ગ્રાહકો જાગૃત બનીને ખરીદી કરી શકે તેવા આશયથી ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જેના ભગારૂપે સુરતના આંગણે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર્સ એફર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર સુરત-તાપી જિલ્લા સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ‘યોગ્ય ડિજિટલ નાણાંકીય પધ્ધતિ’ની થીમ પર દક્ષિણ ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે રાજયકક્ષાનો ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ગાંધીનગરના નાયબ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી એસ.એસ.વિસાણાએ જણાવ્યું હતું કે, ૧૯૬૨માં યુ.એસ.ના વડા જયોર્જ ઓફ કેનેડીએ પુ.એસ. કોગ્રેસમાં પ્રથમ વાર ગ્રાહકોના અધિકારો વિશે કાયદો ધડવા માટે લેટર લખ્યો હતો. જેથી તે દિવસથી ૧૫મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે તે ચીજવસ્તુ અંગેની પુરી માહીતી મેળવવાનો અધિકાર ગ્રાહકને છે. ડિઝીટલ નાણાકીય વ્યવહારોમાં ગ્રાહકે ચોક્કસાઈ રાખીને ટ્રાન્ઝેકશન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એ.આઈ.હળપતિ તથા દ.ગુ.યુનિ.ના કુલસચિવ જયદિપ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કરીને ગ્રાહકોના અધિકારો, નાણાકીય વ્યવહારોમાં તકેદારી લેવા સહિતની વિસ્તૃત વિગતો આપી હતી. આ અવસરે દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્રના પ્રમુખ શ્રી પ્રતાપ છાપીયાએ જણાવ્યું હતું કે, રાજયના ગ્રાહકો જાગૃત બનીને ખરીદી કરે અને કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા હોય ત્યારે કન્ઝ્યુમરમાં ફરિયાદ કરે તે જરૂરી છે. ગ્રાહકો સુરક્ષા અધિકારોથી સ્વયં જાગૃત બને, આર્થિક બજારોમાં વ્યાપેલી અનેક પ્રકારના ભેળસેળયુકત વસ્તુઓ સામે કાયદાની ઉપયોગી વિશે વિગતો આપી હતી. તેમણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ તથા ૨૦૧૯ના કાયદાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે વલસાડ કોલેજના આચાર્ય ડો.ગીરીશ રાણાએ જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્રમાં ડિઝીટાઝેશનનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ પણ વધ્યા છે.

ગ્રાહકોએ જાગૃત બની પોતાનો પ્રાઈવેટ ડેટા કોઈ અજાણ્યાઓને ન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત શિક્ષણ અને સંશોધન કેન્દ્રના મહિલા કન્વીનરશ્રીમતી શોભનાબેન છાપીયાએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ના કાયદા વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગ્રાહક જયાં રહેતો હોય ત્યાંથી પણ ઓનલાઈન ફરિયાદ પણ કરી શકે છે. જાહેરાત આપનાર વ્યકિતની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે ખોટી જાહેરાતો કરનાર સામે પણ ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત નાગરિકોના હિતમાં ન હોય તેવી જાહેરાતને પાછી ખેંચવા માટે સમૂહમાં મળીને તેની સામે ફરિયાદ કરી શકાય છે. નર્મદ યુનિવર્સિટીના આસી.પ્રોફેસર ડો.વિરલ પોલીસવાલા તથા મદદનિશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાએ અધિકારી બી.આર.વીસાણાએ પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં પોતાના આઈ.ડી.પ્રુફ કોઈને આપવા નહી, અજાણી લીંક ઓપન ન કરવી તથા ફ્રોડ થાય તો તત્કાલ બેંકને જાણ કરવા સહિતના જાગૃતિના પગલાઓ લેવા બાબતે સૌને માહિતગાર કર્યા હતા. આ અવસરે ગ્રાહકોએ ચીજવસ્તુઓની ખરીદી કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી તે અંગે જાગૃતિ પ્રદર્શન પણ યોજાયું હતું.

Related posts

Leave a Comment