હિન્દ ન્યુઝ, આણંદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્વચ્છતા હી સેવાની સંકલ્પનાની ૧૦મી શૃંખલા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા સફળ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવાન બન્યું છે. આણંદ જિલ્લાના શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતાં યુવા લોકોને પણ આ અભિયાન ભાગ બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે.
જેના ભાગરૂપે આણંદ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતે કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ NSS યુનિટ હેઠળ “સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” થીમ આધારિત “સ્વચ્છતા હી સેવા” અભિયાનના અમલીકરણના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલ હતું.
આ અભિયાન માં કુલ ૮૫ NSS સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ કોલેજ પરિસર, વ્યાખ્યાન ખંડ અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી.