આણંદના કિંજલબેનના કાનના પડદાની આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક સારવાર કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ 

    “મારું નામ કિંજલ સોલંકી છે.હું ઉમરેઠની રહેવાસી છુ.મારે કાનના પડદામાં પંચર હતું. તેની સારવાર મેં ખાનગી હોસ્પીટલમાં લેતી હતી.ખાનગી હોસ્પીટલમાં કાનના પડદાના સર્જરી માટે રૂ. ૮૦ હજાર જેટલી રકમ કહી હતી.આ રકમ મને આર્થીક રીતે પરવડે તેમ નહોતી.પરંતું આયુષ્યમાન કાર્ડ થકી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં નિ: શુલ્ક સર્જરી થતાં હું સરકારનો આભાર વ્યક્ત કરૂં છું.”

ઉપરોક્ત આપવીતી છે આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી કિંજલબેન સોલંકીની.તેમને કાનના પડદામાં પંચર જણાતા નજીકના ખાનગી હોસ્પીટલમાં રૂટીન ચેકઅપ કરાવા ગયા હતા. ખાનગી હોસ્પીટલ દ્વારા પોતાની કાનની તકલીફને સદંતર દૂર કરવા માટે સર્જરી કરવા માટે સૂચન કર્યું હતું. આ માટે કિંજલબેન દ્વ્રારા ખર્ચની વાત કરતાં તેઓ લાચારી અનુભવવા લાગ્યા હતા.

’’એક સાંધે ત્યાં તેર તૂટે’’ની પરિસ્થિતિમાં કિંજલબેન પોતાના કાનના પડદાની સર્જરી માટેની રૂ. ૮૦ હજાર જેટલી રકમ સાંભળીને પોતાની સારવાર માટે સમાધાનનો રસ્તો પસંદ કર્યો હતો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પૂછપરછ કરતાં કિંજલબેન માટે દેવદૂત જેવા આરોગ્ય કર્મીઓએ જણાવ્યું કે, કરમસદ ખાતે આવેલ શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ થકી વિના મૂલ્યે સર્જરી થાય છે.

બસ…પછી તો કિંજલબેન માટે આગળની રાહ એકદમ સરળ થઈ ગઈ. તેમણે તાત્કાલિક આયુષ્માન કાર્ડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કઢાવી દીધું.

આયુષ્માન કાર્ડ થકી શ્રીકૃષ્ણ હોસ્પિટલ,કરમસદ ખાતે કાનના પડદાની સર્જરી તદ્દન નિ:શુલ્ક કરવામાં આવી હતી.

આમ,કિંજલબેનની આયુષ્માન કાર્ડ થકી તદ્દન મફતમાં સારવાર થવાથી રૂ.૮૦ હજારની બચત થતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે, ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દ્રષ્ટિ ભર્યા નેતૃત્વમાં ’’પ્રધાનમંત્રી જન ઓરોગ્ય યોજના’’ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ પાત્રતા ધરાવતા કિંજલબેન જેવા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોના આરોગ્યની દરકાર સાચા અર્થમાં થઈ રહી છે.

Related posts

Leave a Comment