આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી તા.૨૧ માર્ચ સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ઓનલાઇન અરજી કરી સહાય લેવા જિલ્લા ખેતીવાડી વિભાગનો અનુરોધ જૂનાગઢ તા.૨૩ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૨૧/૦૨/૨૦૨૨ થી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ૨૧/૩/૨૦૨૨ સુધી તમામ ખેડૂતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે સૂચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. આથી અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરિયાત નથી. પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યાબાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો ક્લેઇમ સંબંધિત કચેરીએ રજૂ કરવાનો રહેશે. સરકાર ખેડૂતલક્ષી વિવિધ યોજનાનો લાભ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment