મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડુતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરેન્‍દ્રનગર

            મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને જિલ્લા કલેકટર કે.સી.સંપટની ઉપસ્થિતિમાં સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેડુતોને ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટર કે.સી. સંપટ અને જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીના હસ્તે સ્માર્ટફોન ખરીદી પર સહાયના હુકમોનું વિતરણ કરાયુ હતુ. કલેકટર કચેરી સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ૫૪ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર રૂપિયા ૩ લાખ થી વધુની સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટ ફોનના માધ્યમથી ખેડૂતો સરકારની સહાય યોજનામાં અરજી, હવામાનનું પૂર્વાનુમાન તેમજ ખેત પેદાશોના સમગ્ર દેશની મંડી (APMC)ના ભાવોની જાણકારી મેળવી શકશે.

Related posts

Leave a Comment