ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ રસ્તાના કામ માટે રૂ.૨ કરોડ મંજુર કરાયા

હિન્દ ન્યુઝ, નડિયાદ 

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્રારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મહેમદાવાદ તાલુકા માટે રૂ.૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નાયબ નીતિન પટેલ દ્રારા વાંઠવાળી નગારીયા વરસોલા રોડ બનાવવાની મંજુરી આપવામાં આવી છે. ગુજરાત સરકારનો નાણાકીય ખર્ચ લોકહિત માટે થાય તે તરફ રાજ્ય સરકાર સંપુર્ણપણે કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ખેડા જિલ્લાના પ્રભારીમંત્રી હોવાથી સમગ્ર રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લાને પણ એટલું જ મહત્વ આપીને જનહિતના વિકાસકાર્યને આગળ ધપાવી રહ્યા છે. રસ્તાઓ, પાણી, પુલ અને આરોગ્ય વિષયક જેવી પ્રાથમિક સેવાઓ માટે કરોડોની ગ્રાન્ટ ફળવાઇ રહી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જે ૨ કરોડની ગ્રાન્ટની મંજુરી આપી છે તેનુ કાર્ય પણ ટુંક સમયમાં શરૂ થશે. સરકાર જનહિતમાં ઘણા કાર્ય કરી રહી છે રાજ્યના નગરોમાં રસ્તા, ગટર, લાઇટ, પાણીના કામમાં કચાશ ન રહે તેમજ નાના મોટા શહેરો-નગરો સમયાનુકુળ સુવિધાયુક્ત બને તે માટે રાજ્ય સરકારે આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધર્યા છે.

રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment