જામનગર ખાતે ‘રોટરી ક્લબ સેનોરાસ’ અને ‘રોટરી ક્લબ એમોગોસ’ દ્વારા ગરીબ બાળકો ને સ્વેટર વિતરણ કર્યું

હિન્દ ન્યૂઝ, જામનગર           જામનગર ખાતે ૧૦ જાન્યુઆરી નાં રોજ ‘રોટરી ક્લબ સેનોરાસ’ દ્વારા નાઘેડી વિલેજ નાં ભરવાડ વાડ નાં સ્લમ બાળકો ને સ્વેટર આપવા માં આવ્યા. ‘રોટરી ક્લબ સેનોરાસ’ નાં પ્રેસિડન્ટ ડો. પ્રવિણા સંતવાણી અવારનવાર સમાજ લક્ષી અને પ્રજાલક્ષી કામો કરે છે. આ હાડ થીજવતી ઠંડી માં પણ ડો. પ્રવિણા સંતવાણી તેમજ તેમની ટીમ નાં સદસ્ય જોડે અનેકોનેક કાર્યક્રમ કરી જરૂરિયાત વાળી ચીજ વસ્તુઓ માં વંચિત રહેલ બાળકોને પડખે ઉભા રહી માનવધર્મ નિભાવી ને પ્રેરણા સ્ત્રોત બન્યા છે.   પ્રેસિડન્ટ ડો. પ્રવિણા સંતવાણી અને રોટરી…

Read More

સુઇગામ તાલુકા ઇનોવેશન ફેર માં જોરાવરગઢ પ્રાથમિક શાળાનો જોરદાર દેખાવ, ત્રણ માંથી બે ઇનોવેશન જોરાવરગઢ પ્રાથમિક શાળામાં

હિન્દ ન્યૂઝ, ભાભર હિન્દી શીખવાનો નવતર પ્રયોગ વિશ્વ હિન્દી દિવસે વિશ્વને અર્પણ                         આપણા રાષ્ટ્રને શિક્ષણ ક્ષેત્રે વિશ્વ બનાવવાની સુઈગામ તાલુકાની જોરાવરગઢ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શિક્ષણમાં નવતર પ્રયોગ કરીને દેશ અને દુનિયાના શિક્ષણને નવો રાહ ચિંધ્યો છે.   વાત છે જોરાવરગઢ પ્રાથમિક શાળાની. વર્ષ 2020 – 2021ના તાલુકા કક્ષાના ઇનોવેશન ફેર માં શાળાના આચાર્ય ડૉ.બી.જી. પટેલે “ગુજરાતી પરથી હિન્દી શીખવાની સરળ અને ઝડપી પદ્ધતિ” નો નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. જ્યારે શાળાના ઉત્સાહી અને નિષ્ઠાવાન શિક્ષિકા બહેન રીટાબેન જે.…

Read More

વડાલી તાલુકામાં કંજેલી ગામ માં અચાનક એક ઘર માં આગ, તમામ સામાન સામગ્રી બળી ને ખાખ….

હિન્દ ન્યૂઝ, વડાલી                          વડાલી તાલુકામાં આવેલ કંજેલી ગામ માં અચાનક એક ઘર માં આગ લાગી હતી. સદનાસીબે કોઈ જાનહાની પહોંચી નથી, પણ ઘરની તમામ સામાન સામગ્રી બળી ને ખાખ થઈ ગઈ હતી. વડાલી થી ફાઈ બ્રિગેડ બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Read More

ગઢડા તાલુકાના ઢસા ગામ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ગઢડા                             ગઢડા રોડ ઉપર આવેલ ઢસા પોલીસ સ્ટેશન મા શાંતિ સમિતિની પોલીસ અધિકારી દ્વારા તાત્કાલિક મિટિંગ યોજવામા આવી હતી. આ મિટિંગ નો ખાસ હેતુ હતો કે ઉત્તરાયણ નિમિતે ખાસ સરકાર ની ગાઈડ લાઈન નો અમલ કરવાનો રહેશે. જે કાયદા બાહર પાડેલ છે. તેમાં સાથ સહકાર આપી નિયમ નુ પાલન કરવું એકબીજાની અગાશી ઉપર કોઈએ પતંગ ચગાવવા જાવું નહિ અને એકબીજાને પતંગ પોતાના ધાબે ચગાવવા માટે આવવાની મનાઈ હોવાથી સરકાર ના આદેશ મુજબ અમલ કરવાનો…

Read More

વિરમગામ સોંકલી પ્લેટિનિયમ પ્રા.લિમિટેડ કંપની મા કામ કરતા મજુર ની સારવાર માટે કંપની ના બેદરકારી

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ સોંકલી પ્લેટિનિયમ કંપનીમાં કામ કરતા મજૂર જ્ઞાનેન્દ્ર સાગર ની અચાનક તબિયત ખરાબ થતાં વિરમગામ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પરંતુ અા કામદાર સાથે કંપની નાં કોઈ પણ વ્યક્તિ સાથે ન હતા. મજૂર ની તબીયત સિરિયસ હોવા છતા તેવામાં જખવડા ના સરપંચ મનોજસિંહ ગોહિલને આ વાતની જાણ થતાં તેવો ઘટના સ્થળે પહોંચી આવ્યા. તેવોને ડોકટરે જણાવ્યું કે જ્ઞાનેન્દ્ર ની તબિયત બહુ ખરાબ હોવાથી અમદાવાદ વધુ સારવાર અર્થે મોકલવા પડશે. જેથી કંપની ના માલિક અને મેનેજર ને ફોન કરેલ પરંતું કોઈ જવાબ ન મળતાં તેમને વિરમગામ ટીડીઓ…

Read More

જેતપુર ધો.10-12ની શાળા શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું ઓનલાઇન કરતાં શાળાએ આવી ભણવું ગમે

હિન્દ ન્યૂઝ, જેતપુર    જેતપુરમાં 10 મહિના બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શાળા શરૂ થઈ છે. ત્યારે શહેરની કમરીબાઈ હાઈસ્કૂલ મુલાકાત લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જ્યાં શાળા-સંચાલકો દ્વારા કંકુ-તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કમરીબાઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝર આપી આવકાર્યા હતા. શાળાએ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. તમામ વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન અભ્યાસ કરતા શાળાએ આવી ભણવું ગમે છે, જ્યારે સંચાલકોએ કહ્યું, જોકે કેટલીક શાળાઓ ઉત્તરાયણ બાદ શરૂ થશે.   ધોરણ…

Read More

દિયોદર ધનકવાડા રેલવે ફાટક પર ટ્રેન ની અડફેટે આવતા યુવાન નું મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના ધનકવાડા પાસે રેલવે ફાટક પર ટ્રેન ની અડફેટે આવતા હરિપુરા ગામ ના યુવાન નું મોત થતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના હરિપુરા ગામે રહેતા દિપક ઠાકોર આજે ધનકવાડા રેલવે ફાટક ક્રોસિંગ કરી રહો હતો. તે સમય ટ્રેન ની અડફેટે આવતા દિપક ઠાકોર નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવ ની જાણ રેલવે પોલીસ ને થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જો કે એકાએક ટ્રેન ની અડફેટે આવતા યુવાન નું મોત થતા…

Read More

જામનગર ખાતે “મહિલાઓ સાથે થતી હિંસા નિવારણ” અંગે વેબીનાર નું આયોજન

હિન્દ ન્યૂઝ, જામનગર “મહિલાઓ સાથે થતી હિંસા નિવારણ” અંગે તા. 13 જાન્યુઆરી, બુધવાર ના રોજ સાંજે 04:00 કલાકે બટુકભાઇ ખંઢેરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જામનગર ની તમામ મહિલા સંસ્થાઓ દ્વારા એક વેબીનાર નું આયોજન કરેલ છે.           આ વેબીનાર માં ખ્યાતનામ વકતાઓ નીચેના વિષયો પર વક્તવ્ય આપશે. 1. જન્મ નો અધિકાર – ડો.નલિની આનંદ – HOD Ob-Gy Dept. જી.જી. હોસ્પિટલ જામનગર 2. સમાનતા નો અધિકાર – શ્રી સુધાબેન ખાન ખંઢેરીયા – ડાયરેક્ટર – એમ.ડી. મેહતા ગર્લ્સ હાઇ સ્કૂલ 3. દીકરાનું ઘડતર – સન્માન નો અધિકાર – જ્વલંત…

Read More

અનલોક હવે ખરી કસોટી દિયોદર ધોરણ 10 -12 શાળા શરૂ

વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ ખાતે વિધાર્થી અભ્યાસ અર્થ આવ્યા હિન્દ ન્યૂઝ, દિયોદર   કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સાવચેતી ના ભાગરૂપે શાળા કોલેજો ને બંધ કરી દેવામાં આવી હતી અને છેલ્લા 10 મહિના થી ફકત ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. જેમાં સરકાર દ્વારા 11 જાન્યુઆરી થી રાજ્ય માં ધોરણ 10 -12 શાળા શરૂ કરવાની જાહેરાત કરતા આજે ફરી ઘણા સમય બાદ અનલોક હવે ખરી કસોટી શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિયોદર વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ તેમજ અન્ય શાળા માં માસ્ક સાથે વિધાર્થીઓ શાળા એ પોહચ્યા…

Read More

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા મથક ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ની ગોઠવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વિછીયા તા.10-01-2021 ના રોજ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા મથક ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ની ગોઠવણી કરવામાં આવી. જેમાં ખેડૂતોને વધારેમાં વધારે કઈ રીતે મદદરૂપ થવું તે હેતુ અર્થે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમાં હાલ અત્યારે ચાલી રહેલા ખેડૂત વિરોધી 3 કાળા કાયદા વિશે પણ ચર્ચા કરવામાં આવી. દિનપ્રતિદિન ખેડૂત આત્મહત્યા કરે ખેડૂત દેવાદાર બનતો જાય અનેક પ્રશ્નો ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમાં કિસાન કોંગ્રેસ ના પ્રમુખ પાલભાઇ આંબલિયા, વિનુભાઈ ધડુક, મહાદેવભાઇ વકીલ ભોળાભાઇ ગોહિલ, અવસર નાકિયા, વિપુલ ભાઈ બાવળીયા, મુકેશભાઈ રાજપરા, શૈલેષભાઇ પરમાર, અરવિંદભાઈ તલસાણીયા, સુરાભાઈ રાજપરા, ગોરધનભાઈ…

Read More